Get The App

દેવ દિવાળીના દિવસે વડોદરામાં ભગવાન નરસિંહજીનો વરઘોડો : નાના અને મોટા નરસિંહજી ભગવાનને ચાંદલો કરવા ભક્તજનો ઉમટ્યા

Updated: Nov 15th, 2024


Google NewsGoogle News
દેવ દિવાળીના દિવસે વડોદરામાં ભગવાન નરસિંહજીનો વરઘોડો : નાના અને મોટા નરસિંહજી ભગવાનને ચાંદલો કરવા ભક્તજનો ઉમટ્યા 1 - image


Dev Deepawali 2024 : વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલા નરસિંહજી ભગવાનનો વરઘોડો નીકળે તે પૂર્વે આજે વહેલી સવારથી નાના નરસિંહજી અને મોટા નરસિંહજી મંદિર ખાતે ભાવિક ભક્તો ચાંલ્લા વિધિમાં જોડાયા હતા.

 કારતક સુદ પૂનમના પવિત્ર દિવસે આજે દેવ દિવાળી પ્રસંગે એમ.જી રોડ ખાતે નરસિંહજીની પોળમાં આવેલા મંદિરેથી પરંપરાગત રીતે ભગવાન નરસિંહજીના શુભ લગ્નનો 288મો વરઘોડો આન બાન શાનથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રસ્થાન થઈને મોડી રાત્રે ફતેપુરા સ્થિત તુલસીવાડી ખાતે પહોંચશે. જ્યાંથી શુભ લગ્ન વિધિ બાદ વહેલી સવારે પ્રભુનો વરઘોડો નિજ મંદિર પરત આવશે. આ પ્રસંગે આજે વહેલી સવારથી જ વરરાજા બનેલા પ્રભુને ચાંદલો કરવા ભક્ત સમુદાય દોઢ કિ.મી.જેવી લાઈનમાં ઇન્તેજારીપૂર્વક રાહ જોઈને ઊભા છે. 

દેવ દિવાળીના દિવસે વડોદરામાં ભગવાન નરસિંહજીનો વરઘોડો : નાના અને મોટા નરસિંહજી ભગવાનને ચાંદલો કરવા ભક્તજનો ઉમટ્યા 2 - image

ઉલ્લેખનીય છે કે દેવ દિવાળીના પાવન પર્વે ભગવાન નરસિંહજીનો લગ્ન પ્રસંગ નિમિત્તેનો 288મો વરઘોડો દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત નરસિંહજીના મંદિરેથી સાજન મહાજન સાથે બપોર બાદ બેન્ડવાજાના તાલે અને ભજન મંડળીઓના ભજનોની રમઝટ તથા શરણાઈના સુર સાથે પાલખીમાં બિરાજી થઈને દબદબાભેર પ્રસ્થાન કરશે. ઢોલ નગારા ત્રાસા મંજીરા ખંજરીના કર્ણપ્રિય રણકારની રમઝટ જમાવતો વરઘોડામાં ખાસ આકર્ષિત જમાવતા અંધ હનુમાન દાદાના ચરણસ્પર્શ કરવા લોકો પડાપડી કરે છે. 

સંધ્યા કાળે પ્રભુની સુશોભિત પાલખી એમજી રોડથી સંવેદનશીલ ફતેપુરા વિસ્તારમાંથી તુલસીવાડી જવા પસાર થશે. વરઘોડાના રૂટ પર ભક્તજનો હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કીના ગગનભેદી નાદ સાથે છડી પોકારશે. ફતેપુરા વિસ્તારમાં મુસ્લિમ સમાજ દ્વારા પ્રભુના વરઘોડા નું ભાવભીનું સ્વાગત કરાશે. ફતેપુરા ખાતે ની તુલસી વાડીએ મોડી રાત્રે વાજતે ગાજતે પાલખીમાં પ્રભુ પહોંચતા જ વરઘોડાનું ભાવભીનું સ્વાગત કરાશે ત્યારબાદ ભગવાનના લગ્ન સંપૂર્ણ શાસ્ત્રોકત વિધિથી સંપન્ન થયા બાદ વહેલી સવારે વરઘોડો નીજ મંદિરે પરત આવશે.


Google NewsGoogle News