Get The App

'પરિસ્થિતિ એટલી જટિલ થઈ ગઈ છે કે હવે કોઈ રસ્તો દેખાતો જ નથી' -લોર્ડ ભીખુ પારેખ

રાષ્ટ્રવાદ એક બીમારી છે જેણે રવિન્દ્રનાથ ટાગોરે વખોડી હતી

Updated: Feb 21st, 2019


Google NewsGoogle News

વડોદરા, તા.21 ફેબ્રુઆરી 2019,ગુરુવાર'પરિસ્થિતિ એટલી જટિલ થઈ ગઈ છે કે હવે કોઈ રસ્તો દેખાતો જ નથી' -લોર્ડ ભીખુ પારેખ 1 - image

છેલ્લા ૨૦-૨૫ વર્ષમાં કાશ્મીર મુદ્દે આપણા દેશની પરિસ્થિતિ એટલી જટિલ થઈ ગઈ છે કે હવે કોઈ રસ્તો દેખાતો નથી. પરિસ્થિતિના ઘા બંને દેશોમાં ઊંડા છે. ક્યાં સુધી દેશના જવાનોને બલિદાન આપવું પડશે? તેવો પ્રશ્ન એમ.એસ.યુનિ.ના ભૂતપૂર્વ વાઈસ ચાન્સેલર લોર્ડ ભીખુ પારેખે ઉઠાવ્યો હતો.

એમ.એસ.યુનિ.ની આર્ટસ ફેકલ્ટી દ્વારા ફેકલ્ટી ઓફ ફેમિલિ એન્ડ કોમ્યુનિટી સાયન્સના ઓડિટોરીયમ ખાતે યોજાયેલ બે દિવસીય ટાગોર વ્યાખ્યાનમાળામાં લોર્ડ ભીખુ પારેખે ટાગોરની રાષ્ટ્રવાદ પ્રત્યેની ટીકા વિશે વાત કરતા કહ્યું કે, ભારતમાં બ્રિટિશરાજ સમયે ટાગોરે લખેલું કે, રાષ્ટ્રવાદ એક બીમારી છે. આ યુરોપીયન વિચાર છે જે ફક્ત યુરોપમાં જ સફળ થયો છે. રાષ્ટ્રવાદ એ છે જે રાજ્ય અને સમાજની ઉપર રાજ કરી શકે પરંતુ ભારતને તેની જરુર જ નથી કારણકે ભારતે પહેલેથી વિવિધતાનો સ્વીકાર કરેલો છે. ભારતની સંસ્કૃતિ અને ઈતિહાસને રાષ્ટ્રવાદની જરુર જ નથી.

બ્રિટનમાં તો ફક્ત એક જ સંસ્કૃતિ હતી પરંતુ રાષ્ટ્રવાદ ભારતની વિવિધ સંસ્કૃતિને નષ્ટ કરી રહ્યુ છે. એક વ્યક્તિની ઘણી ઓળખાણ હોય છે પરંતુ રાષ્ટ્રવાદ વ્યક્તિની એક જ ઓળખાણને માન્યતા આપે છે. આ તમામથી ઉપર હું ભારતીય છું એ ભાવના પહેલા હોવી જરુરી છે. જેથી હું રાષ્ટ્રવાદનો વિરોધ કરું છુંં, એમ ટાગોરે પોતાના પુસ્તક રાષ્ટ્રવાદમાં લખેલું છે. રવિન્દ્રનાથ ટાગોરની સાથે ગાંધીજી અને મહાન વૈજ્ઞાાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને પણ રાષ્ટ્રવાદનો વિરોધ કરેલો છે.

વ્યાખ્યાનમાળાએ ફ્રાન્સના પ્રોફેસરને પુસ્તક લખવાની પ્રેરણા આપી'પરિસ્થિતિ એટલી જટિલ થઈ ગઈ છે કે હવે કોઈ રસ્તો દેખાતો જ નથી' -લોર્ડ ભીખુ પારેખ 2 - image

એમ.એસ.યુનિ.ની સૌથી જૂની વ્યાખ્યાનમાળા પૈકીની આ એક ટાગોર વ્યાખ્યાનમાળા છે. જેના વિશે વાત કરતા લોર્ડ ભીખુ પારેખે કહ્યું કે, જ્યારે હું એમ.એસ.યુનિ.માં વાઈસ ચાન્સેલર હતો ત્યારે ૧૯૮૩માં ટાગોર વ્યાખ્યાનમાળામાં ફ્રાન્સથી પ્રો.જેક હેવર્ડ આવ્યા હતા. તેમણે પાંચ દિવસ ફ્રાન્સના નિર્માણ વિશે વાત કરી હતી. અને ત્યારબાદ આ વક્તવ્ય પરથી તેમણે 'ઈન્ડિવિઝીબલ ઓફ ફ્રેન્ચ રિપબ્લીક' પુસ્તકનું નિર્માણ કર્યું હતુ. જેના પ્રથમ પેજ પર તેમણે લખ્યું હતું કે, એમ.એસ.યુનિ.માં યોજાયેલી ટાગોર વ્યાખ્યાનમાળાએ આ પુસ્તક લખવાની પ્રેરણા આપી છે. 


Google NewsGoogle News