Get The App

અંજારમાં 7 લાખની નકલી લૂંટ: રાતોરાત માલદાર થવા મજૂરે રચ્યું તરકટ, CCTV-મિત્રએ ભાંડો ફોડ્યો

Updated: Mar 22nd, 2025


Google News
Google News
અંજારમાં 7 લાખની નકલી લૂંટ: રાતોરાત માલદાર થવા મજૂરે રચ્યું તરકટ, CCTV-મિત્રએ ભાંડો ફોડ્યો 1 - image


Anjar News : કચ્છના અંજારમાં છ મહિનાથી બેન્સોમાં કામ કરતાં મજૂરે રાતોરાત માલદાર થવા અને શેઠના સાત લાખ રૂપિયા પડાવી પાડવા માટે નકલી લૂંટનું તરકટ ઘડ્યું હતું. લૂંટ મામલે મજૂરે તેના શેઠને જાણ કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે CCTV અને નકલી લૂંટનું કારસ્તાન ઘડનારા આરોપીની પૂછપરછ કરતાં તેણે ગોળ-ગોળ જવાબ આપતાં પોલીસને તેના પર શંકા થઈ હતી. જ્યારે સમગ્ર મામલે મિત્રએ ભાંડો ફોડતાં લૂંટ માત્ર ઉપજાવી કાઢેલો ખોટો બનાવ હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી. 

રાતોરાત માલદાર થવા મજૂરે રચ્યું તરકટ

કચ્છના અંજારમાં મેઘપર કુંભારડીમાં બેન્સો ધરાવતા વીરેન્દ્ર ઊર્ફે લાલો શામજી કેશરામી શેઠે તેમના ત્યાં કામ કરતાં પ્રવિણ મેર નામના કર્મચારીને બે સેલ્ફ ચેક આપીને 10 લાખની રોકડ લાવવા માટે કહ્યું હતું. જ્યારે પ્રવિણ શેઠના બૅન્ક ખાતામાંથી રોકડ લઈને પરત ફરી રહ્યો હતો, ત્યારે મેઘપર બોરીચી ગામના રેલવે ગરનાળા નીચે બે બાઇકસવાર હુમલો કરીને પ્રવિણ પાસેથી સાત લાખની લૂંટ કરીને જતાં રહ્યાં હોવાનું ફોનથી શેઠને જણાવ્યું હતું. લૂંટ મામલે પ્રવિણે જાણ કરતાંની સાથે શેઠ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ પછી સમગ્ર ઘટના મામલે શેઠે પોલીસમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી. 

ત્યારબાદ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરુ કરી હતી. જેમાં પોલીસે ઘટનાસ્થળની આસપાસના CCTV ચકાસ્યા અને પ્રવિણની પૂછપરછ કરતાં તે ગોળ-ગોળ જવાબ આપતાં પોલીસને તેના પર શંકા ગઈ હતી. આ બધા વચ્ચે પ્રવિણની પત્ની અને પ્રવિણના મિત્ર નાગપાલસિંહ ચુડાસમાને પોલીસ સ્ટેશનને લઈ જતાં લૂંટનો ભાંડો ફૂટ્યો હતો.

આરોપીના મિત્રએ ભાંડો ફોડ્યો

નાગપાલસિંહે જણાવ્યું હતું કે, 'હું નોકરીએ હતો, ત્યારે પ્રવિણે મને ફોન કરીને ગરનાળા પાસે બોલાવીને નોટોના બંડલો આપ્યા હતા. જો કે, આ પૈસા શેના છે એ મને નથી ખબર. પૈસા હજુ મારી ગાડીમાં જેમ હતા તેમ પડ્યા છે અને અત્યારે સાથે છે.' આ પછી પોલીસે નાગપાલની ગાડીમાંથી પૈસા લાવીને ગણતરી કરતાં સાત લાખ રોકડ હોવાનું સામે આવ્યું હતું. 

આ પણ વાંચો: અમેરિકામાં મૂળ મહેસાણાના પિતા-પુત્રીની હત્યા, સ્ટોરમાં ઘૂસીને પટેલ પરિવારના સભ્યો પર ફાયરિંગ

મળતી માહિતી મુજબ, પ્રવિણે લીધેલી ગોલ્ડ લોનના હપ્તા ભરવામાં ખેંચ અનુભવાતી હોવાથી તેને રાતોરાત માલદાર બનવા માટે બેન્સોના શેઠના સાત લાખ લૂંટાયા હોવાનું તરકટ રચ્યું હતું અને લૂંટનો સમગ્ર બનાવ ઉપજાવ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી.

Tags :
KutchAnjarpolice

Google News
Google News