Get The App

સુરતમાં પાલ-હજીરા રોડ પર ગણેશજીની ઉંચી પ્રતિમા વાયરોના કારણે પસાર ન થતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો

Updated: Sep 17th, 2024


Google News
Google News
સુરતમાં પાલ-હજીરા રોડ પર ગણેશજીની ઉંચી પ્રતિમા વાયરોના કારણે પસાર ન થતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો 1 - image


Surat Ganesh Visarjan : સુરતમાં ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામ આવી છે પરંતુ વિસર્જનના દિવસે કેટલાક દ્રષ્યો સર્જાયા તેના કારણે ગણેશજીના લાખો ભક્તોની લાગણી દુભાઈ રહી છે. ભાગળ પર પ્રતિમા સાથે મુકેલા ફટાકડામાં આગ અને ભેસ્તાનમાં ટાયર ફાટી જતાં મોટી પ્રતિમા રોડ પર પડીને તુટી ગઈ હતી. ત્યાર બાદ કેટલીક પ્રતિમા પાલ- હજીરા રોડ પર તો પહોંતી ગઈ પરંતુ વધુ પડતી ઉંચાઈના કારણે તારમાં અટવાતા લાંબો સમય સુધી ટ્રાફિક જામ રહ્યો હતો અને અનેક ગણેશ ભક્તોને હેરાનગતિ થઈ હતી.

સુરત શહેરમાં હાલ મોટી પ્રતિમા માટે હોડ ચાલી રહી છે તેમા પણ કેટલાક ગણેશ આયોજકો તો ચડસાચડસીમાં કે ઊંચી પ્રતિમા મુકવાના મોહમાં ગણેશજીનું જાણ્યે અજાણ્યે અપમાન કરી રહ્યા છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ મોટી પ્રતિમા નું વિસર્જન વખતે અનેક મુશ્કેલી પડી તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. કેટલીક વિશાળ પ્રતિમાઓ તો મહામહેનતે હજીરા રોડ પર તો પહોંચી ગઈ છે પરંતુ ત્યાં પણ વાયરોમાં અટવાઈ ગઈ છે.

બપોરે એક મોટી પ્રતિમા ભાઠા વિસ્તારમાં તો પહોંચી ગઈ હતી પરંતુ આ પ્રતિમાની ઉંચાઈ વધુ હતી અને અહીંથી પસાર થતા વાયરો  પ્રતિમા કરતાં નીચા હતા. ભાઠા વિસ્તારમાં આ મોટી પ્રતિમા તારના કારણે પસાર થઈ શકી ન હતી. તેના કારણે લાંબો સમય સુધી આ જગ્યાએ જ પ્રતિમા ઉભી રહી હતી. જેના કારણે ભારે ટ્રાફિક જામ થયો હતો અને પાછળ આવતી અનેક યાત્રાના લોકો આ ટ્રાફિક જામમાં ફસાયા હતા.

Tags :