Get The App

સરકારી તંત્રના વાંકે રેશનકાર્ડને આધારકાર્ડ સાથે લીંકઅપ કરવા લાગતી લાંબી લાઈનો

Updated: Nov 22nd, 2024


Google NewsGoogle News
સરકારી તંત્રના વાંકે રેશનકાર્ડને આધારકાર્ડ સાથે લીંકઅપ કરવા લાગતી લાંબી લાઈનો 1 - image


APL અરજદારોને રેશનકાર્ડ ઉપર રાશનની ચીજવસ્તુઓ મળતી નથી : અલબત આયુષ્યમાન કાર્ડ, સીનીયર સીટીઝન કાર્ડ, આરટીઈ અને રાંધણગેસ સહિતની યોજનાના લાભ માટે E-KYC ફરજીયાત  :  કોમ્પ્યુટર ઓપરેટર અપુરતા અને સીસ્ટમ ધીમી ચાલતી હોવાથી અરજદારો હેરાન : ઓનલાઈન કામગીરીમાં અનેક અડચણો  

રાજકોટ, : રાજય અને કેનદ્ સરકારની જુદી જુદી 16 જેટલી યોજનાઓમાં રેશનકાર્ડને મહત્વનાં ડોક્યુમેન્ટ તરીકે જાહેર કરી તા. 31 ડીસેમ્બર પહેલા તમામ રેશનકાર્ડ ધારકોને તેમના રેસનકાર્ડ સાથે આધારકાર્ડનું લીંકઅપ કરાવી લેવાની સુચના જાહેર થતાં તમામ મામલતદાર કચેરીમાં દરરોજ ઈ.કેવાયસી માટે લાંબી લાઈનો લાગે છે. કલાકો સુધી ઉભા રહેવા છતાંય લોકોને ઈકેવાયસીનું કામ પુરૂ થતુ નહી હોવાથી ધરમનાંદક્કા ખાવા પડે છે. દરેક કચેરીમાં સીનીયર સીટીઝન અને મહિલાઓની હાલાકીને ધ્યાનમાં લઈ ઈ.કેવાયસી કરવા માટેનાં સેન્ટરો વધારવાની માંગ આજે અરજદારો દ્વારા કરવામાં આવી હતી. 

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મામલતદાર કચેરી સહિત અન્ય સ્થળોએ રેશનકાર્ડમાં ઈ.કેવાયસી કરવા માટે અરજદારોને ભોગવવી પડતી હાલાકીના સંદર્ભમાં જણાવાયુ હતું કે મોટા ભાગની મામતદાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટરો આઉટ સોર્સીંગ હેઠળ ફરજ બજાવે છે. કેટલીક જગ્યાએ આઉટ સોર્સીંગ કોમ્પ્યુટર ઓપરેટરો પણ પુરતા પ્રમાણમાં નથી જે ઓપરેટરો હાજર છે તે પૈકી અડધોઅડધ અત્યારે લગ્નસરાની સીઝનને કારણે ગેરહાજર છે. વળી હાજર ઓપરેટર પણ સીસ્ટમ ધીમી ચાલતી હોવાને લીધે ઈ.કવેયસીનું કામ પુરૂ કરી શકતા નથી.

અરજદારોએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, જે એ.પી. એલ. અરજદારોને રેશનકાર્ડ ઉપર રાશનની ચીજવસ્તુઓ મળતી નથી. અલબત આયુષ્યમાન કાર્ડ, સીનીયર સીટીઝન કાર્ડ, આરટીઈ અને રાંધણગેસ સહિતની યોજનાના લાભ માટે ઈ.કવેયસી ફરજીયાત હોવાથી ના છૂટકે સરકારી કચેરીમાં લાંબી લાઈનોમાં કલાકો સુધી ઉભુ રહેવું પડે છે. આ સ્થિતિનો વહેલાસર ઉકેલ લાવવાની માંગણી દોહરાવવામાં આવી હતી.


Google NewsGoogle News