Get The App

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના વેચાણ માટે ખેડૂતોના વાહનોની લાગી લાંબી કતારો

Updated: Nov 11th, 2024


Google NewsGoogle News
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના વેચાણ માટે ખેડૂતોના વાહનોની લાગી લાંબી કતારો 1 - image


Hapa Marketing Yerd Jamnagar : જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના વેચાણ માટે ખેડૂતો દ્વારા વાહનોની લાંબી કતાર લગાવી છે, અને બે દિવસથી મગફળી ભરેલા વાહનોના થપ્પા લાગી ગયા છે.

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળીના ખૂબ જ ઊંચા ભાવ બોલાતા હોવાના કારણે ખેડૂતો પોતાના વાહનો સાથે હાપા માર્કેટિંગ યાર્ડમાં આવે છે, અને યાર્ડની બહાર આશરે 850 થી પણ વધુ મગફળી ભરેલા ટ્રક, ટેમ્પો, બોલેરો, ટ્રેકટર, રીક્ષા છકડા સહિતના વાહનોની કતાર લાગી ગઈ છે.

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના વેચાણ માટે ખેડૂતોના વાહનોની લાગી લાંબી કતારો 2 - image

ખેડૂતો પોતાના વાહનો લઈને 24 થી 48 કલાક સુધી મગફળીના વેચાણ માટે કતાર બંધ રાહમાં ઊભા રહે છે, જ્યારે માર્કેટિંગ યાર્ડના સંચાલકો દ્વારા તમામ ખેડૂતોને ટોકન આપી દેવામાં આવે છે, જે ટોકરના આધારે ખેડૂતો ક્રમશઃ પોતાના વાહનોને માર્કેટિંગ યાર્ડમાં આવ્યા પછી તેની હરાજીની પ્રક્રિયા થાય છે.

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના વેચાણ માટે ખેડૂતોના વાહનોની લાગી લાંબી કતારો 3 - image

હાપા યાર્ડમાં મગફળીના વેચાણ માટે ખેડૂતો જામનગર અને સૌરાષ્ટ્રમાંથી આવે છે, એટલું જ માત્ર નહીં પરંતુ હાલાર પંથકની મગફળીની ખૂબ જ સારી જાત હોવાના કારણે છેક તામિલનાડુથી વેપારીઓ અહીં મગફળીની ખરીદી અર્થે આવતા હોય છે, જેના લીધે સમગ્ર સૌરાષ્ટ્રમાં જામનગરના હાપા યાર્ડમાં મગફળીનો ખૂબ જ ઊંચો ભાવ બોલાતો હોવાથી ખેડૂતો પણ આકર્ષાય છે, અને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સિવાય રાજકોટ, મોરબી, અમરેલી વિસ્તારના જુદા-જુદા તાલુકા મથકોમાંથી પણ ખેડૂતો પોતાની મગફળી લઈને અહીં વેચાણ અર્થે આવતા હોય છે, જેના કારણે વાહનોની મોટી કતાર લાગી ગઈ છે.

લાભ પાંચમના સૌ પ્રથમ મગફળીની ખરીદી શરૂ થઈ હતી, અને યાર્ડને ખુલ્લું મુકાયું હતું, પરંતુ એક જ દિવસમાં યાર્ડ સંપૂર્ણપણે ભરાઈ ગયું હોવાથી મગફળી લઈને આવવા માટે ખેડૂતો પર રોક લગાવવામાં આવી હતી. પરંતુ આજે સોમવારથી ફરીથી નવી મગફળીની હરાજીની પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવનાર હોવાથી ખેડૂતો બે દિવસ અગાઉથી જ હાપા માર્કેટિંગ યાર્ડના દ્વારે કતાર બંધ ગોઠવાયા છે, જેના કારણે વાહનોના થપ્પા જોવા મળ્યા હતા.


Google NewsGoogle News