Get The App

સુરેન્દ્રનગર રેલવે જંકશન પર 'લોકો પાયલોટ'નું ઉપવાસ આંદોલન

Updated: Feb 21st, 2025


Google News
Google News
સુરેન્દ્રનગર રેલવે જંકશન પર 'લોકો પાયલોટ'નું ઉપવાસ આંદોલન 1 - image


- અનેક વખત રજૂઆત છતાં નિર્ણય ન લેવાતો હોવાની ફરિયાદ

- ડીએ સહિતની પડતર માંગો પુરી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર રેલ્વે જંકશન ખાતે ટ્રેનો દોડાવતા લોકો પાઇલટ (ડ્રાઈવર) દ્વારા વિવિધ માંગોને લઈ ઉપવાસ પ્રતિક ઉપવાસ આંદોલન હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ આગામી દિવસોમાં રેલ્વે વિભાગ દ્વારા તમામ માંગો પુરી કરવામાં નહિં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી.

લોકો પાઇલટ પાસે વધુ કામ કરવાથી માનસિક પરેશાની તેમજ થાક અનુભવી રહ્યા છે. ત્યારે રેલવેમાં વધુ ડ્રાઈવરોની ભરતી કરવા સહિત વિવિધ માગણીઓ સાથે લોકો પાઇલટ એસોસિએશને સરકાર સમક્ષ અનેકવાર રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. જેના પગલે ઓલ ઈન્ડિયા લોકો રનિંગ સ્ટાફ એસોસિએશન દ્વારા ગુજરાત સહિત દેશભરમાં લોકો પાઇલટ માટે ૩૬ કલાકના ભૂખ હડતાલનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ ભૂખ હડતાલના પગલે ગુરુવારે સવારે ૮ વાગ્યાથી મોટી સંખ્યામાં લોકો પાઇલટ આ ભૂખ હડતાલમાં જોડાયા છે. જો કે આ ભૂખ હડતાલ દરમિયાન તેઓ ટ્રેનોનું સંચાલન ચાલૂ રાખશે.

લોકો પાયલોટ દ્વારા નિયમીત બે રાતની નાઈટની ડયુટી પર પ્રતિબંધ, ૩૦ કલાકની સતત નોકરી બાદ ૧૬ કલાકની ટ્રીપ રેસ્ટ, માલગાડી માટે નોકરીની મર્યાદા ૮ કલાક તેમજ પેસેન્જ ટ્રેન માટે ૬ કલાકની મર્યાદા અને અલગ-અલગ કામગીરી સોંપવી, ડીએ, કિલોમીટર એલાઉન્સ વધારા સહિતના મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ આગામી દિવસોમાં રેલ્વે વિભાગ દ્વારા તમામ માંગો પુરી કરવામાં નહિં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ તકે મોટીસંખ્યામાં લોકો પાયલોટ સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


Tags :