ગુજરાતની કઈ બેઠક પર ક્ષત્રિયોના વિરોધની અસર થશે, શું ભાજપને ફરી તમામ બેઠકો મળશે?
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના પરિણામોની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એક્ઝિટ પોલના આંકડા પણ ભાજપ અને એનડીએની તરફેણમાં આવ્યા છે. જો કે આ તમામ ચૂંટણી તારણો વચ્ચે ગુજરાતના રાજકરણમાં સૌથી ચર્ચાસ્પદ રહેલો મુદ્દો ક્ષત્રિયોનો ભાજપ વિરોધનો છે. આખા દેશમાં ગાજેલા આ વિવાદ વચ્ચે લોકોને સવાલ થઈ રહ્યા છે કે જો ગુજરાતની તમામ બેઠકો ભાજપને મળી રહી છે, તો શું ક્ષત્રિયોના વિરોધની કોઈ અસર જ ભાજપને નહીં થાય?
ક્ષત્રિયોનો વિરોધ ભાજપને નુકસાન કરશે?
ચોથી જૂન 2024ની સૌ-કોઇ ભારતવાસીઓ લોકસભાની ચૂંટણી 2024ના પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે એક્ઝિટ પોલના આંકડા ભાજપ તરફી પરિણામો આપી રહ્યા છે. ભાજપ-એનડીએને 350થી વધારે બેઠકો મળે તેવા તારણો નીકળી રહ્યા છે. આ દરમિયાન ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો ભાજપને મળે તેવા પણ તારણો છે. જો કે ચૂંટણી પહેલા ક્ષત્રિયોમાં જે રીતે વિરોધ હતો તે જોતા ભાજપને ગુજરાતમાં ચાર બેઠકો પર નુકસાન થવાનો અંદાજ હતો, પરંતુ એક્ઝિટ પોલમાં ભાજપને ગુજરાતમાં ક્લિન સ્વિપ મળી રહી છે. મેટ્રિઝના સરવેમાં ગુજરાતમાં ભાજપને બે બેઠકના નુક્સાનનો દાવો કરાયો છે. આમ છતાં રાજકીય નિષ્ણાતોનું અનુમાન છે કે, ક્ષત્રિયોના વિરોધથી ભાજપને ગુજરાતમાં કોઈ નુકસાન થઈ રહ્યું નથી.
એક્ઝિટ પોલના તારણો શું કહે છે?
આ તો અનુમાન છે. હવે ચોથી જૂને ચૂંટણી પરિણામો જાહેર થશે, ત્યારે ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી બેઠકો પર ભાજપને જીત મળે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે. નોંધનીય છે કે, ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ નેતા પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિયો અંગે એક નિવેદન અપાયું હતું. તેને લઇને ગુજરાતના ક્ષત્રિયોમાં નારાજગીનો સૂર હતો. જો કે રૂપાલાએ પોતાના નિવેદન પર વારંવાર માફી પણ માગી હતી, પરંતુ ક્ષત્રિયોનો રોષ શમ્યો ન હતો.
ચૂંટણી પહેલા જે રીતે ક્ષત્રિયોમાં વિરોધ હતો તેને જોતા ભાજપને ગુજરાતમાં ચાર બેઠકો પર નુકસાન થવાનો અંદાજ સેવાઇ રહ્યો હતો. પરંતુ એક્ઝિટ પોલના તારણોમાં ભાજપને ગુજરાતમાં ક્લીન સ્વીપ મળી રહ્યો છે. જો કે મેટ્રીઝના સરવેમાં ભાજપને બે બેઠકનું નુક્સાનનો દાવો કરાયો છે. હાલ પુરતું તો એવું લાગી રહ્યું છે કે ક્ષત્રિયોના વિરોધથી ભાજપને કોઇ નુકસાન થઇ રહ્યું નથી? જો કે, આ એક્ઝિટ પોલના તારણો છે. ચૂંટણી પરિણામો ચોથી જૂને જાહેર થશે. ત્યારે ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી બેઠકો પર ભાજપને જીત મળે છે કે નહીં તે જોવું રહ્યું.