સાબરકાંઠા બેઠક પર શિક્ષક બન્યા સાંસદ, ભાજપ ઉમેદવાર શોભનાબેન બારૈયાની જીત

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
સાબરકાંઠા બેઠક પર શિક્ષક બન્યા સાંસદ, ભાજપ ઉમેદવાર શોભનાબેન બારૈયાની જીત 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણીનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાં ભાજપ 23 બેઠક પર વિજય મેળવવામાં સફળ રહી હતી. સાબરકાંઠા બેઠકની વાત કરીએ તો સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવતા શોભનાબેન બારૈયાને ટિકિટ આપી હતી. જેનો ભવ્ય વિજય થયો છે. નોંધનીય છે કે આ બેઠક પર ટિકિટ લઈને ઘણો વિવાદ ચાલ્યો હતો.

આ બેઠક પર ટિકિટને લઈને વિવાદ થયો હતો

ગુજરાતની સાબરકાંઠા લોકસભા બેઠક કબજે કરવા ભાજપ અને કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવ્યું હતું. સાબરકાંઠા બેઠક પર ભાજપ અને કોંગ્રેસે ઉમેદવાર નક્કી કરવા ઘણું મંથન કર્યું હતું. ભાજપે તો આ બેઠકનો ઉમેદવાર નક્કી કરવા 180થી વધુ ઉમેદવારની સેન્સ લીધી હતી. જણાવી દઈએ કે સાંબરકાંઠા બેઠક લોકસભા 2024ની ચૂંટણીઓની શરૂઆતથી  ટિકિટને લઈને વિવાદ ઉભો થયો હતો.  

ભાજપે પહેલા ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી

ભાજપે પહેલા ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી. જો કે પાછળથી વિવાદ થતાં મહિલા ઉમેદવાર શોભનાબેન બારૈયાને ટિકિટ આપી હતી. આ પછી પણ વિવાદ હતો અને ટિકિટ બદલવાની માગ થઈ રહી હતી. જો કે ભાજપે શોભનાબેન પર ભરોસો રાખ્યો હતો. સાબરકાંઠા પર જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો ખેડબ્રહ્માથી વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીને ટિકિટ આપી હતી. આજે શરુઆતના વલણમાં તુષાર ચૌધરી આગળ હતા પરંતુ આખરે ભારે બહુમત બાદ શોભનાબેન બારૈયાની જીત થઈ છે.

• ગુજરાત લોકસભાની 26 બેઠકોના પરિણામ

સરકારી શિક્ષક ઘારાસભ્ય પર પડ્યા ભારી

લોકસભાની ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસએ જીતવા માટે ખૂબ જ મહેનત કરી હતી. આજે એટલે કે 04 જુન 2024ના રોજ લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. ત્યારે મત ગણતરીની પ્રકિયામાં ભાજપ ઉમેદવાર શોભનાબેન બારૈયાને 6,70,929 ને મત મળ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી 5,15,902ને મત મળ્યા હતા. એટલે કે શોભનાબેન બારૈયાએ આશરે 1 લાખ 50 હજારની સરસાઈથી જીત હાંસલ કરી છે. 

તુષારભાઈ ચૌધરીની જીતની આશા પર ફર્યું પાણી

સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર તુષારભાઈ ચૌધરીએ થોડા દિવસ પહેલા જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સાબરકાંઠા જિલ્લામાં પણ આ વખતે 1 લાખ જેટલા જંગી મતોની લીડથી કોંગ્રેસ પોતાની જીત નોંધાવશે. તેમજ ઇન્ડિયા ગઠબંધનના પગલે ભારત વર્ષમાં કોંગ્રેસની ગઠબંધન સરકાર બનશે. 

ભાજપે કરી હતી ઉમેદવારની બદલવાની તૈયારીઓ

વિવાદ સર્જાતા ભાજપે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભીખાજીના સમર્થકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ભીખાજીના સમર્થનમાં કાર્યકરોએ ધડાધડ રાજીનામાં આપી દીધા હતા. અરવલ્લી ભાજપ કાર્યાલય ખાતે ભીખાજીના સમર્થકોએ શોભનાબેન બારૈયાની હાજરીમાં વિરોધ કર્યો હતો. ત્યારે હવે ભાજપે શોભનાબેન બારૈયાને બદલીને નવા ચહેરાની શોધ શરૂ કરી છે. તેવામાં સાબરકાંઠામાં ભાજપ બીજી વખત ઉમેદવાર બદલી ત્રીજો ઉમેદવાર જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ છે.

સાબરકાંઠા બેઠકનો ભારતના ઈતિહાસમાં દબદબો

ભારતની આઝાદી બાદ 1951માં આ બેઠક પર પહેલી ચૂંટણી યોજાઈ. જેમાં કોગ્રેસના ઉમેદવાર ગુલઝારીલાલ નંદાનો ભવ્ય વિજય થયા બાદ તેમને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત   1957 અને 1962માં પણ તેઓ જ કોગ્રેસના ઉમેદવાર તરીકે આ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા.   સરદાર વલ્લભભાઇ પટેલના પુત્રી મણિબહેન પટેલ પણ આ 1973માં કોગ્રેસની ટિકિટ પર અહીંથી જીત્યાં હતા. સતત 11 વખત કોંગ્રેસએ આ બેઠક પર જીત મેળવ્યા બાદ રામાનંદ સાગરની   ‘રામાયણ’ સીરિયલથી લોકપ્રિય થયેલા ‘રાવણ’અરવિંદ ત્રિવેદીએ 1991માં પહેલીવાર જીત મેળવી હતી.

સાબરકાંઠા બેઠક પર શિક્ષક બન્યા સાંસદ, ભાજપ ઉમેદવાર શોભનાબેન બારૈયાની જીત 2 - image


Google NewsGoogle News