ભાજપની બારડોલી બેઠક પર ભાજપની હેટ્રિક, પ્રભુ વસાવાની સતત ત્રીજી વખત શાનદાર જીત

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
ભાજપની બારડોલી બેઠક પર ભાજપની હેટ્રિક, પ્રભુ વસાવાની સતત ત્રીજી વખત શાનદાર જીત 1 - image


Lok Sabha Election Result 2024: લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ દ્રારા એડીચોટીનું જોર લાગવવામાં આવ્યા બાદ મતગણતરીમાં ભાજપએ 25 બેઠક પર જીત મેળવી લીધી છે ત્યારે દક્ષિણ ગુજરાત બારડોલી એસટી (ST)અનામત સીટ પરથી ભાજપે પ્રભુ વસાવાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે કોંગ્રેસે પૂર્વ સાંસદ અમરસિંહ ચૌધરીના પુત્ર સિદ્ધાર્થ ચૌધરીને ટિકિટ આપી હતી. 

સતત ત્રીજી વખત પ્રભુ વસાવા બન્યા સાંસદ

2008 થી નવા સિમાંકનમાં અસ્તિત્વમાં આવેલી બેઠકમાં વર્ષ 2009 ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ડો. તુષાર ચૌધરીએ જીત હાંસલ કરી હતી. આ બાદ સતત બે ટર્મની લોકસભા ચૂંટણી 2014 અને લોકસભા ચૂંટણી 2019 માં ભાજપના પ્રભુ વસાવા મોટી લીડથી વિજયી બન્યા હતા. આ વખતે ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાને 763950 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીને 533697  મત મળ્યા હતા, આમ આશરે સવા બે લાખની લીડ સાથે બારડોલી બેઠક પર પ્રભુ વસાવા ફરી સાંસદ તરીકે ચૂંટાયને આવ્યા છે.

કોણ છે પ્રભુ વસાવા?

પ્રભુ વસાવાએ રાજકીય કારકિર્દી કોંગ્રેસ સાથે શરૂ કરી હતી. માંડવી વિધાનસભામાં કોંગ્રેસ તરફથી બે ટર્મ ચૂંટાયા હતા. ત્યારબાદ 2014ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા અને બાદમાં બારડોલી લોકસભામાં ભાજપની ટિકિટ પર જીત્યા હતા. તેમણે 2019માં પણ જીત મેળવી હતી. હવે ભાજપે પ્રભુ વસાવાને ત્રીજી વાર રીપિટ કર્યા છે. તેમની સંગઠનક્ષેત્રે પણ પકડ મજબૂત છે. પ્રભુ વસાવાની છેલ્લી બે ચૂંટણીમાં જીત થઈ છે. 

નવી સિમાંકન બાદ બારડોલીનું આવ્યું અસ્તિત્વ

2008 થી નવા સિમાંકનમાં અસ્તિત્વમાં આવેલી બારડોલી લોકસભા બેઠકમાં સુરત જિલ્લાની 5 અને તાપી જિલ્લાની બે બેઠકોનો સમાવેશ થાય છે. સુરત જિલ્લાની બારડોલી, મહુવા, માંડવી, કામરેજ અને માંગરોળ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. બીજી તરફ તાપી જિલ્લાની નિઝર અને વ્યારા વિધાનસભા બેઠકના મતદાર પણ આ બેઠક માટે મતદાન કરે છે.

ભાજપની બારડોલી બેઠક પર ભાજપની હેટ્રિક, પ્રભુ વસાવાની સતત ત્રીજી વખત શાનદાર જીત 2 - image


Google NewsGoogle News