62 વર્ષ બાદ પહેલીવાર મહિલા સાંસદ ગુજરાતની આ બેઠકનું પ્રતિનિધિત્વ કરશે, આ વખતે 4 ચૂંટાયા

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
62 વર્ષ બાદ પહેલીવાર મહિલા સાંસદ ગુજરાતની આ બેઠકનું પ્રતિનિધિત્વ કરશે, આ વખતે 4 ચૂંટાયા 1 - image

 

Lok Sabha Elections 2024 | ગુજરાતમાંથી આ વખતે ચાર મહિલા ઉમેદવારો વિજેતા બની છે. જેની સરખામણીએ 2019ની લોકસભા ચૂંટણીમાં 6 મહિલા સાંસદો હતી. આ પૈકી બનાસકાંઠા બેઠક પરથી મહિલા સાંસદ ચૂંટાયાં હોય તેવું 62 વર્ષ બાદ પ્રથમવાર બન્યું છે. છેલ્લે 1962માં ઝોહરાબેન ચાવડા બનાસકાંઠા બેઠક પરથી ચૂંટાયા હતાં.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર આ વખતે જે મહિલા સાંસદો ચૂંટાયાં છે તેમાં જામનગરથી પૂનમ માડમ, બનાસકાંઠા બેઠકથી ગેનીબેન ઠાકોર, ભાવનગરથી નીમુબેન બાંભણિયા, સાબરકાંઠાથી શોભનાબેન બારૈયાનો સમાવેશ થાય છે. જેમાંથી પૂનમ માડમ 2014, 2019 અને 2024 એમ સતત ત્રીજી વાર સાંસદ તરીકે ચૂંટાયાં છે. 

ગુજરાતમાંથી આ વખતે કુલ 266 ઉમેદવારોમાંથી માત્ર 19 મહિલાઓને જતક આપવામાં આવી હતી. 2019ની લોકસભા ચૂંટણી વખતે ગુજરાતમાંથી અત્યાર સુધીનાં સૌથી વધુ 6 મહિલા સાંસદો ચૂંટાયાં હતાં. ગુજરાત રાજયની સ્થાપના પહેલા સરદાર તથા વલ્લભભાઈ પટેલના પુત્રી મણીબેન તથા સાબરકાંઠા બેઠક પરથી જોહરાબેન ચાવડા  સાંસદપદ શોભાવ્યું હતું. 1962 માં  અમરેલી બેઠક પરથી જયાબેન શાહ, બનાસકાંઠા બેઠક પરથી જોહરાબેન ચાવડા વિજેતા બન્યા હતા. ગુજરાતમાંથી અમદાવાદ પશ્ચિમ, ગાંધીનગર, પોરબંદર, પાટણ, પંચમહાલ, ખેડા, ભરૂચ, વલસાડ, નવસારી બેઠક એવી છે જ્યાંથી ક્યારેય મહિલા ઉમેદવારને ચૂંટીને સંસદમાં મોકલવામાં આવ્યા નથી. 

62 વર્ષ બાદ પહેલીવાર મહિલા સાંસદ ગુજરાતની આ બેઠકનું પ્રતિનિધિત્વ કરશે, આ વખતે 4 ચૂંટાયા 2 - image


Google NewsGoogle News