Get The App

જામનગર બેઠકના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ જાહેર કર્યો ચૂંટણી ખર્ચ, જાણો કોણ આગળ

Updated: May 6th, 2024


Google NewsGoogle News
જામનગર બેઠકના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ જાહેર કર્યો ચૂંટણી ખર્ચ, જાણો કોણ આગળ 1 - image


Lok Sabha Elections 2024: જામનગર લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર પૂનમ માડમ અને કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવિયા દ્વારા વહીવટી તંત્ર સમક્ષ પોતાનો ચૂંટણી ખર્ચ રજૂ કર્યો છે. જેમાં ભાજપના ઉમેદવાર પૂનમ માડમ દ્વારા 27,33,106 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.  જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવિયાએ ચૂંટણીમાં 11,23,106 રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ ઉપરાંત બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવારે અત્યાર સુધીમાં 18,000 રૂપિયાનો ખર્ચ કર્યો છે. અન્ય અપક્ષના ઉમેદવારો ચૂંટણીમાં એક લાખથી લઈને 18,000 રૂપિયા સુધીનો ખર્ચ કર્યો છે.

ગુજરાતમાં 25 લોકસભા અને પાંચ વિધાનસભાની બેઠકો પર મતદાન થશે

નોંધનીય છે કે, સાતમી મેના રોજ એટલે મંગળવારે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. ગુજરાતની 25 લોકસભાની બેઠકો અને પાંચ વિધાનસભાની બેઠકો પર મતદાન થવાનું છે. ગુજરાતની પાછળની ચૂંટણીઓ પર નજર કરીએ તો ગત લોકસભાની બે ચૂંટણીઓમાં ગુજરાતીઓએ ભાજપ પર કળશ ઢોળ્યો હતો. ત્યારે જો આ વખતે ભાજપ જીત મેળવી લે છે તો ગુજરાતમાં તેની હેટ્રિક થઈ જશે. વર્ષ 2004ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 26માંથી 12 બેઠકો મેળવી હતી. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર ચલાવાયેલા આક્રમક અભિયાનમાં 2014માં ગુજરાતમાંથી કોંગ્રેસે એકપણ બેઠક જીતી ન હતી. જ્યારે 2019ની ચૂંટણીમાં પણ ગુજરાતની પ્રજાએ કોંગ્રેસને જાકારો આપ્યો હતો. તો એની સામે 2019ની રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને ફટકો આપ્યો હતો. ચૂંટણીમાં ભાજપ 99 બેઠકો પર આવી ગઇ હતી. ત્યારે જોવાનું એ રહ્યું કે આ વખતે ગુજરાતની જનતાનો મૂડ શું બતાવે છે.


Google NewsGoogle News