લોકસભાની ચૂંટણી પુરી થઈ પણ આચાર સંહિતા હજી પણ સુરતીઓને નડી રહી છે
સુરતમાં ઉનાળું વેકેશન દરમિયાન પાલિકાના પ્રાણી સંગ્રહાલય અને એક્વેરિયમ સુરતીઓનું હોટ ડેસ્ટિનેશન બની જાય છે. દર વર્ષે દિવાળી અને ઉનાળુ વેકેશન દરમિયાન આ જગ્યાએ સુરતીઓનો ભારે ધસારો હોવાથી પાલિકાએ વર્ષ 2018માં વેકેશન દરમિયાન નેચર પાર્ક ના સમયમાં એક કલાકનો વધારો કરવા તથા સોમવાર ની રજા કેન્સલ કરી અઠવાડિયાના તમામ દિવસો નેચરપાર્ક ચાલુ રાખવાનો ઠરાવ કર્યો હતો અને દર વર્ષે તેનો અમલ પણ થાય છે. જોકે, આ વર્ષે આ ઠરાવ નો અમલ થઈ શકે તેમ ન હોવાથી આજે સોમવારે અનેક સુરતીઓ નેચર પાર્ક પહોંચ્યા હતા પરંતુ બંધ હોવાથી નિરાશ થઈને પાછા આવ્યા હતા.
સુરતમાં હાલ આગ ઝરતી ગરમી પડી રહી છે પરંતુ હરવા ફરવાના શોખીન સુરતીઓ આકરી ગરમીમાં પણ બાળકો સાથે સુરત પાલિકાના મનોરંજનના સ્થળે પહોંચી રહ્યાં છે. આકરી ગરમી માં સુરત પાલિકાના સરથાણા ખાતે નું નેચર પાર્ક મુલાકાતીઓ માટે હોટ ફેવરિટ બની રહ્યું છે કારણ અહીં અનેક વૃક્ષો હોવાથી લોકોને ગરમીમાંથી રાહત મળે છે અને બાળકોને વન્ય જીવ સાથે અનેક જાતના પક્ષીઓ પણ જોવા મળે છે. આ વર્ષે તો મે મહિનાનું વેકેશન પડ્યું ના શરૂઆતના જ દિવસોમાં સરથાણા નેચર પાર્ક માં એકાદ લાખ જેટલા મુલાકાતીઓ આવી ગયાં છે.
આવી જ દર વર્ષે આવી જ રીતે વેકેશન દરમિયાન પાલિકાના નેચર પાર્ક માં મુલાકાતીઓની ભીડ રહેતી હોવાથી વર્ષ 2018માં સુરત પાલિકાએ એક ઠરાવ કરીને
સુરત મહાનગરપાલિકાના સરથાણા ખાતે આવેલા ડો.શ્યામાપ્રસાદ મુખરજી ઝૂલોજીકલ ગાર્ડન પ્રાણીસંગ્રહાલયમાં દિવાળી વેકેશન નાં સમયગાળા - દરમ્યાન મુલાકાતીઓના ધસારાને ધ્યાને રાખી નેચરપાર્ક અઠવાડિયાના સાતે સાત દિવસોએ (સોમવાર સહિત ) ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પહેલા દર સોમવારે નેચરપાર્ક બંધ રહેતું હતું પરંતુ વેકેશન દરમિયાન સોમવારે રજા પણ રદ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં પરંતુ સરથાણા નેચર પાર્કમાં મુલાકાત ને પ્રવેશ આપવા પ્રવેશ ટીકીટ બારીઓ સાંજે ૫-૦૦ કલાકની જગ્યાએ 5-30 કલાક સુધી ચાલુ રાખવા અને પ્રવેશ મેળવેલા મુલાકાતીઓને સાંજે 6.00 કલાક સુધી હરવા-ફરવા દેવા નિર્ણય કરાયો હતો.
જોકે, આ વર્ષે સુરત અને ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પુરી થઈ હોવા છતાં હજી પણ આચાર સંહિતા લાગુ છે જોકે, પાલિકાએ 2018માં ઠરાવ કર્યો હોય નવેસરથી દરખાસ્તની જરૂર ન હોવા છતાં ચુંટણીની આચાર સંહિતા હોવાથી 2018ના ઠરાવનો નિર્ણય થઈ શકે તેમ ન હોવાથી વેકેશનમાં મુલાકાતીઓનો ધસારો હોવા છતાં પણ વધુ સમય અને તમામ દિવસ નેચર પાર્ક ચાલુ રાખવાનો નિર્ણય થઈ શકશે નહીં. જોકે, દર વર્ષે વેકેશનમાં સોમવારે નેચર પાર્ક ચાલુ રહેતું હોય આજે પણ કેટલાક મુલાકાતીઓ આવ્યા હતા પરંતુ નેચર પાર્ક બંધ હોવાથી નિરાશ થઈ પાછા ગયા હતા.