Lok Sabha Elections 2024: અમિત શાહ, રૂપાલા સહિત ગુજરાતમાં ભાજપના આ ઉમેદવારોને એક લાખથી વધુની લીડ

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
Lok Sabha Elections 2024: અમિત શાહ, રૂપાલા સહિત ગુજરાતમાં ભાજપના આ ઉમેદવારોને એક લાખથી વધુની લીડ 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણી માટે સાત તબક્કામાં મતદાન યોજાયું હતું. 542 લોકસભા બેઠકો માટે મતદાન પ્રક્રિયા પહેલી જૂને પૂર્ણ થઈ હતી. ગુજરાતની 26માંથી 25 બેઠકો પર ત્રીજા તબક્કામાં સાતમી મેએ મતદાન થયું હતું. ત્યારે 25 બેઠકોના પરિણામ આજે સૌની નજર રહેશે. ત્યારે ગાંધીનગર બેઠકથી અમિત શાહ, રાજકોટ બેઠક પરશોત્તમ રૂપાલા અને નિમુબેન બાંભણિયા સહિતના ભાજપના 9  ઉમેદવારો એક લાખ મતથી આગળ ચાલી રહ્યા છે. 

ભાજપના 9  ઉમેદવારો એક લાખ મતથી આગળ 

ગાંધીનગર લોકસભા બેઠકથી અમિત શાહ 1.67 લાખ મત, રાજકોટથી પરશોત્તમ રૂપાલા  1.29 લાખ મત, અમદાવાદ પશ્ચિમ દિનેશ મકવાણા 1.45 લાખ મત,ભાવનગરથી નિમુબેન બાભંણિયા 1.02 લાખ મત, ખેડા દેવુસિંહ ચૌહાણ 1.10 લાખ મત, પંચમહાલ રાજપાલસિંહ જાદવ 1.54 લાખ મત, ડો. વડોદરા હેમાંગ જોષી 1.40 લાખ મત, છોટા ઉદેયપુર જશુ રાઠવા 1.56 લાખ મત અને નવસારી સી.આર. પાટીલ 1.02 લાખ આગળ છે. 

7 તબક્કામાં થયું ચૂંટણીનું આયોજન 

2024ની લોકસભા ચૂંટણી 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં યોજવામાં આવી હતી. આ સાતેય તબક્કાના મતદાનનું પરિણામ આજે સવારથી જાહેર કરવામાં આવશે. પીઆરએસના જણાવ્યા અનુસાર કુલ 543 બેઠકો પર 744 પક્ષોના 8360 ઉમેદવારો ઉભા રહ્યાં હતાં. જે છ રાષ્ટ્રીય પક્ષોના ઉમેદવારો પણ સામેલ છે.


Google NewsGoogle News