રૂપાલા વિવાદ મામલે ક્ષત્રિયોને મનાવવા ભાજપના દિગ્ગજોની દોડધામ, બંધ બારણે વધુ એક બેઠક શરૂ
Lok Sabha Elections 2024 | રૂપાલાની ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત ટિપ્પણી મામલે છંછેડાયેલો વિવાદનો મધપૂડો શાંત થવાનું નામ લેતું નથી. ત્યાં હવે જેમ જેમ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપનું ટેન્શન વધતું જઈ રહ્યું છે.
સાબરકાંઠામાં બેઠક યોજાઈ
ક્ષત્રિયોએ ધર્મયાત્રા શરૂ કરતાં ભાજપના નેતાઓ ટેન્શનમાં આવી ગયા છે અને જેમ તેમ કરીને હવે રૂપાલા વિવાદને શાંત પાડી દેવા માટે બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. તાજેતરના મામલે ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાંબરકાંઠામાં ક્ષત્રિયો આગેવાનો સાથે બેઠક શરૂ કરી દીધી છે.
બંધ બારણે બેઠકમાં ક્ષત્રિયોઓને મનાવવા પ્રયાસ
અત્યાર સુધીની માહિતી અનુસાર હર્ષ સંઘવીએ ક્ષત્રિયોને મનાવવા માટે બંધ બારણે બેઠક શરૂ કરી દીધી છે. જોકે તેમાં શું પરિણામ આવે છે એ જોવાનું રહ્યું. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ હર્ષ સંઘવી ભાજપ વતી ક્ષત્રિયોને મનાવવા પ્રયાસ કરી ચૂક્યા છે પરંતુ તેનાથી અત્યાર સુધી કોઈ પરિણામ સામે આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે ક્ષત્રિયો અત્યાર સુધી રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માગ કરી રહ્યા હતા પરંતુ ભાજપે આ મુદ્દે પીછેહઠ ન કરતાં હવે ચૂંટણી મેદાને જંગ જોવાની રહેશે.