'રૂપાલાનો વિરોધ કરનારા તો કોંગ્રેસીઓ છે, ક્ષત્રિયો નહીં...' ભાજપના વધુ એક દિગ્ગજ નેતાનો બફાટ
Lok Sabha Elections 2024 | લોકસભા ચૂંટણી 2024નો ત્રીજો તબક્કો નજીક આવી ગયો છે ત્યારે ક્ષત્રિયોના વિરોધને પગલે બધાની નજર હવે ગુજરાત પર છે. રૂપાલાની ક્ષત્રિય સમાજ અંગેની ટિપ્પણી અને તેના બાદ શરૂ થયેલા વિરોધને શાંત કરવા હાલમાં વડાપ્રધાન મોદી ખુદ ગુજરાતની મુલાકાતે છે ત્યારે ભાજપને એવી આશા છે કે આ મામલે તે ક્ષત્રિયોને મનાવવામાં સફળ રહેશે. પરંતુ ભાજપના કેટલાક નેતાઓ હજુ સુધી બફાટ કરવાથી ઊંચા નથી આવી રહ્યા જેના લીધે તેની મુશ્કેલીમાં વધારો થઈ શકે તેમ છે.
આ વખતે કોણે કર્યું વિવાદિત નિવેદન
આ વખતે આણંદના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે ક્ષત્રિયોના વિરોધ વિશે બફાટ કર્યો હતો. તેમણે કહ્યું કે રૂપાલાની ટિપ્પણી મામલે શરૂ થયેલા વિરોધ પ્રદર્શનમાં કોઈ ક્ષત્રિયો સામેલ જ નથી. તેમણે દાવો કર્યો કે આ વિરોધ તો કોંગ્રેસીઓ કરી રહ્યા છે. તેમની સાથે સાથે આણંદના ભાજપ જિલ્લા પ્રમુખે પણ આવો જ દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે ભાજપનો વિરોધ કરનારા ક્ષત્રિયો છે જ નહીં. કોંગ્રેસના લોકો આ વિરોધ કરી રહ્યા છે. અમે મોદીના વિકાસના વિઝન પર આગળ વધી રહ્યા છીએ.