Get The App

ભાજપને અલ્ટીમેટમ વચ્ચે આ સમુદાય પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં મેદાનમાં ઉતરે તેવા સંકેત મળ્યાં

Updated: Apr 4th, 2024


Google NewsGoogle News
ભાજપને અલ્ટીમેટમ વચ્ચે આ સમુદાય પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં મેદાનમાં ઉતરે તેવા સંકેત મળ્યાં 1 - image


Lok Sabha Elections 2024 | ક્ષત્રિયોએ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા ભાજપને અલ્ટીમેટમ આપ્યુ છે. એટલું જ નહીં, રૂપાલાની ટિકિટ રદ નહી કરાય તો લોકસભાની ચૂંટણીમાં ભાજપને નુકશાન ભોગવવા તૈયાર રહેવુ પડશે તેવી ચિમકી ઉચ્ચારાઈ છે. આ તરફ, હવે સોશિયલ મિડીયામાં પુરષોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદારો મેદાને ઉતર્યા છે. આ જોતાં આગામી દિવસોમાં આ વિવાદ જાતિવાદનુ સ્વરૂપ ધારણ કરે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

અમદાવાદમાં ક્ષત્રિય કોર કમિટીએ ભાજપની સમાધાનકારી ફોર્મ્યુલાને ફગાવી દીધી છે. એટલું જ નહીં, રૂપાલાની ટિકિટ રદ કરવાના નિર્ણય પર ક્ષત્રિય સમાજ અડગ રહ્યો છે. આ વિવાદ વકરી રહ્યો છે ત્યારે હવે પાટીદારો રૂપાલાના સમર્થનમાં ઉતરી આવ્યા છે. સોશિયલ મિડીયામાં હવે પાટીદારોની પોસ્ટ વાઈરલ થઈ છે જેમાં લખાયુ છે કે, બે-ત્રણ વાર માફી માંગ્યા પછી ય આટલો વિવાદ ચગાવાય તે યોગ્ય નથી. ચાલો. પાટીદાર ભાઈઓ- બહેનો જાગો, આવો રૂપાલા સાહેબને સાથ આપીએ. હવે રૂપાલા સાહેબનો કોઈ વાંક ગુનો નથી. ક્ષત્રિય સમાજ વહેલી તકે નિર્ણય લે.નહીતર આગામી દિવસોમાં પાટીદારો ય વિરોધ નોંધાવશે. 

ભાજપને અલ્ટીમેટમ વચ્ચે આ સમુદાય પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં મેદાનમાં ઉતરે તેવા સંકેત મળ્યાં 2 - image


Google NewsGoogle News