Get The App

રૂપાલા વિવાદની આગ પર પેટ્રોલ કોણે છાંટ્યું..? ભાજપના હાઈકમાન્ડને જાણ હોવા છતાં ભેદી મૌન

Updated: Apr 8th, 2024


Google NewsGoogle News
રૂપાલા વિવાદની આગ પર પેટ્રોલ કોણે છાંટ્યું..? ભાજપના હાઈકમાન્ડને જાણ હોવા છતાં ભેદી મૌન 1 - image


Lok Sabha Elections 2024 | લોકસભાની ચૂંટણી વખતે જ ટિપ્પણી કરતાં ક્ષત્રિયોએ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા સામે મોરચો માંડ્યો છે. જોકે, ચર્ચા એવી છે કે, આ આખાય આંદોલનના પડદા પાછળ ભાજપના જ અસંતુષ્ટ અસલી ખેલાડી છે. સમાજના નામે રાજકીય રોટલા શેકવા અસંતુષ્ટો જ રૂપાલા વિવાદને હવા આપી રહ્યા છે.

રૂપાલાની ટિપ્પણીનો વિવાદ વધુને વધુ ઘેરો બની રહ્યો છે. ચર્ચા થઈ રહી છે કે, હકીકતમાં ભાજપમાં હાંસિયામાં ધકેલાયેલાં કેટલાંક અસંતુષ્ટ નેતાઆની મહેચ્છા છે કે, ક્ષત્રિય સમાજના નામે આખોય વિવાદ વધુ વકરે. આ કારણોસર ભાજપ તરફી ક્ષત્રિય આગેવાનો અને ક્ષત્રિય કોર કમિટી વચ્ચે બેઠક થયા બાદ પણ આ વિવાદ હજુય શમતો નથી.

વ્યક્તિગત સ્વાર્થ અને રાજકીય સોદાબાજી ખાતર આખાય વિવાદને હવા આપવામાં આવી રહી છે. એટલુ જ નહીં, રાજકીય પીઠબળ વિના રાજ્યવ્યાપી આંદોલન શક્ય જ નથી. સમાજના નામે રાજકીય રોટલા શેકવા ભાજપના જ અસંતુષ્ટ નેતાઓ પડદા પાછળના ક્ષત્રિય આંદોલનના મુખ્ય કર્તાહર્તા બન્યા છે. પક્ષમાં જ રહીને પક્ષને નુકશાન કરવાના ઈરાદે આ નેતાઓ આંદોલનને વધુ ઉગ્ર બને તે માટે અંદરખાને પ્રયાસ કરી રહ્યા છે. ક્ષત્રિય સમાજના સ્વમાનને આગળ ધરીને અસંતુષ્ટો ભાજપ સાથે રાજકીય હિસાબ કરવાની વેતરણમાં છે.

ખુદ ભાજપની પ્રદેશ નેતાગીરી હાઈકમાન્ડ પણ આ વાતથી અવગત છે પણ લોકસભાની ચૂંટણીમાં વાતનું વતેસર નથાય તેની કાળજી લઈને આખોયે વિવાદ કેવી રીતે થાળે પાડવો તે અંગે રણનીતિ ગોઠવાઈ રહી છે. હાલ તો હાઈકમાન્ડે આ બધાય અસંતુષ્ટની તમામ રાજકીય હલચલ પર નજર બનાવી રાખી છે.

રૂપાલા વિવાદની આગ પર પેટ્રોલ કોણે છાંટ્યું..? ભાજપના હાઈકમાન્ડને જાણ હોવા છતાં ભેદી મૌન 2 - image




Google NewsGoogle News