'હું સરદારનો અસલ વારસદાર, તેનો મને ગર્વ છે..' ધાનાણીના ધારદાર નિવેદન બાદ ભાજપ લાલઘૂમ

Updated: Apr 29th, 2024


Google NewsGoogle News
'હું સરદારનો અસલ વારસદાર, તેનો મને ગર્વ છે..' ધાનાણીના ધારદાર નિવેદન બાદ ભાજપ લાલઘૂમ 1 - image


Lok Sabha Elections 2024 | રાજા-મહારાજાઓ પર ક્ષત્રિયો પર ટિપ્પણી વચ્ચે ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે ત્યાં હવે લોખંડી પુરુષ તરીકે ઓળખાતા દેશના પહેલા નાયબ વડાપ્રધાનના વારસદારને લઈને રાજકારણ ગરમાયું છે. રૂપાલા સામે રાજકોટથી મેદાને ઉતરેલા ઉમેદવાર અને કોંગ્રેસના કદાવર નેતા પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓએ સરકારના નકલી વારસદાર ગણાવતા ભાજપ લાલઘૂમ થયો હતો. 

હું સરદારનો અસલ વારસદાર : ધાનાણી 

ધાનાણીએ આ સાથે આક્રમક મિજાજમાં કહ્યું કે હું સરદારનો અસલ વારસદાર છું અને આ વાત પર મને ગર્વ છે. ધાનાણીના આ નિવેદન સામે અકળાયેલા ભાજપ તરફથી પણ વળતો પ્રહાર કરવામાં આવ્યો હતો. ભાજપના નેતા યમલ વ્યાસે આ મામલે ટિપ્પણી કરતાં ધાનાણી હતાશામાં આવું બોલી રહ્યાં છે તેવું નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું કે કોંગ્રેસી નેતાઓ હતાશ થઈ ગયા છે અને તેઓ હંમેશા જ્ઞાતિવાદની રાજનીતિ કરે છે. જ્યારે ભાજપ સૌને સાથે લઈને ચાલે છે. 

લલિત કગથરાનો ધાનાણીને ટેકો... 

બીજી બાજુ સૌરાષ્ટ્ર કોંગ્રેસના ખેડૂત નેતા લલિત કગથરાએ પણ આ મામલે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે અમે સરકારના સાચા વંશજો છીએ કેમ કે સરકાર પટેલ 20 વર્ષ સુધી કોંગ્રેસ પ્રમુખ રહ્યા અને જે ધારાસભામાં સાચુ બોલવાની તાકાત બતાવે એ જ સરદારના સાચા વંશજ ગણાય. 

દિનેશ બાંભણીયાની પણ આવી પ્રતિક્રિયા 

સરદારના વારસદાર અંગેની પરેશ ધાનાણીની ટિપ્પણી પર પાસ નેતાએ પણ ઝંપલાવતાં કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે કોઈની તુલના ન થઇ શકે. ધાનાણીના નિવેદનને હું ટેકો નથી આપતો. તેમણે અંગત સ્વાર્થ માટે આ નિવેદન આપ્યું હોય તેવું લાગે છે. આંદોલન સમયે ભાજપના નેતાઓ મૌન ધારણ કરી બેઠા હતા.   

'હું સરદારનો અસલ વારસદાર, તેનો મને ગર્વ છે..' ધાનાણીના ધારદાર નિવેદન બાદ ભાજપ લાલઘૂમ 2 - image



Google NewsGoogle News