Get The App

ગુજરાતમાં મતદાન પહેલા ભાજપનું ટેન્શન વધ્યું, ક્ષત્રિયોએ અસ્મિતા મહાસંમેલનમાં મોટો નિર્ણય લીધો

Updated: May 4th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં મતદાન પહેલા ભાજપનું ટેન્શન વધ્યું, ક્ષત્રિયોએ અસ્મિતા મહાસંમેલનમાં મોટો નિર્ણય લીધો 1 - image


Lok Sabha Elections 2024: રાજકોટ લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ક્ષત્રિયો દ્વારા જુદા જુદા આંદોલનાત્મક કાર્યક્રમો અપાઈ રહ્યા છે, જેના અનુસંધાને ગઈકાલે (ત્રીજી મે) સાંજે જામનગરના ખીજડીયા બાયપાસ નજીક ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયું હતું. જેમાં ભાજપ વિરોધી મતદાન કરવા હાકલ કરવામાં આવી હતી.

ગુજરાતમાં મતદાન પહેલા ભાજપનું ટેન્શન વધ્યું, ક્ષત્રિયોએ અસ્મિતા મહાસંમેલનમાં મોટો નિર્ણય લીધો 2 - image

મહાસંમેલનમાં સૌરાષ્ટ્ર-કચ્છના અનેક ક્ષત્રિય આગેવાનો જોડાયા

ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં ક્ષત્રિય સમાજના રમજુભા જાડેજા, પી.ટી. જાડેજા, પી.એસ. જાડેજા, કરણસિંહ ચાવડા, હરપાલસિંહ ચુડાસમા અને તૃપ્તિબા સહિતના સૌરાષ્ટ્ર-કચ્છના અનેક ક્ષત્રિય આગેવાનો જોડાયા હતા. આ આગેવાનોએ  ભાજપ વિરોધી મતદાન કરવા માટેની હાકલ કરી હતી. ક્ષત્રિય સમાજના આગેવાનોએ ભાજપ સામે કોઈપણ પ્રકારે નમતું નહીં જોખવાના નિર્ધાર કર્યો હતો અને જાહેરમાં કોંગ્રેસના ઉમેદવારને સમર્થન કરીને મતદાન કરવાનો સંકલ્પ લેવાયો હતો.

ગુજરાતમાં મતદાન પહેલા ભાજપનું ટેન્શન વધ્યું, ક્ષત્રિયોએ અસ્મિતા મહાસંમેલનમાં મોટો નિર્ણય લીધો 3 - image

ભાજપના વિરોધમાં મતદાન કરવાના શપથ

ક્ષત્રિય મહિલા અગ્રણી તૃપ્તિબા દ્વારા બે અલગ વોટ્સએપ નંબર મંચ પરથી જાહેર કર્યો હતો. આ હેલ્પલાઈન નંબર મારફતે વહેલી સવારથી જ દરેક બુથ પર ગોઠવાઈ જઈને ક્ષત્રિય સમાજને 100 ટકા મતદાન કરાવવા અને ભાજપના વિરોધમાં મતદાન કરવા માટેની હાકલ કરી હતી. જ્યારે ક્ષત્રિય અગ્રણી પી.ટી. જાડેજાએ પ્રત્યેક ઉપસ્થિત જનમેદનીને જય ભવાનીના નારા સાથે ભાજપના વિરોધમાં મતદાન કરવાના શપથ લેવડાવ્યા હતા. ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના અન્ય કેટલાક સમાજના આગેવાનોએ પણ ઉપસ્થિત રહીને ક્ષત્રિય સમાજના અસ્મિતાના આંદોલનને ટેકો જાહેર કર્યો હતો. ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં જામનગર બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પક્ષ પલટો નહીં કરવા સોગંદનામુ રજૂ કર્યું હતું.

દિવાળીમાં જામસાહેબને રામ રામ ન કરવાની ક્ષત્રિય સમાજે પ્રતિજ્ઞા લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જામનગરના માજી રાજવી શત્રુશલ્યસિંહજી જાડેજા (જામસાહેબ) સાથે મુલાકાત કરી હતી અને  વિજયી ભવના આશીર્વાદ આપ્યા હતા. આ ઉપરાંત તેમણે વડાપ્રધાન મોદીને પાઘડી પણ પહેરાવી હતી. આ અંગે કરણી સેનાના ઉપાધ્યક્ષ હરપાલસિંહ ચુડાસમાએ ભવાની માતાના સોગંધ આપીને જામસાહેબને દિવાળીના રામ રામ ન કરવાની અપીલ કરી હતી.


Google NewsGoogle News