Get The App

EXIT POLL : ગુજરાતમાં ભાજપના સપાટા વચ્ચે પણ કોંગ્રેસ માટે સારા સંકેત, જુઓ કેટલી બેઠક મળી શકે

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
EXIT POLL : ગુજરાતમાં ભાજપના સપાટા વચ્ચે પણ કોંગ્રેસ માટે સારા સંકેત, જુઓ કેટલી બેઠક મળી શકે 1 - image


Lok Sabha Elections 2024 | ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે સાતમી મેના રોજ મતદાન થયું હતું. હવે 4 જૂને મત ગણતરી પહેલા આજે એક્ઝિટ પોલના આંકડા આવી રહ્યા છે. આ પૈકી ત્રણ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપ ક્લિન સ્વિપ કરી શકે છે. જોકે અનેક પોલમાં એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે ઈન્ડિયા ગઠબંધનને 2 થી 3 બેઠકો મળી શકે છે. એક બેઠક સુરત તો વિપક્ષ હારી ગયું છે એટલે 25 જ બેઠકોના પરિણામ ફાઈનલ હવે 4 જૂને સામે આવશે. જોકે કોંગ્રેસ છેલ્લા ઘણાં સમયથી ગુજરાતમાં તમામ બેઠકો ગુમાવતું આવ્યું છે એટલા માટે તેના માટે આ વખતે ગુજરાતમાં લોકસભાની બેઠકો જીતવી એ સારા સમાચાર માનવામાં આવી રહ્યા છે. 


ગુજરાતમાં સતત ત્રીજી વાર ભાજપની હેટ્રિકનું અનુમાન

ગુજરાતમાં સીએનએક્સ, ટીવી9 અને ઈટીજીના અનુમાન પ્રમાણે ભાજપને તમામ 26 બેઠક મળી શકે છે.  આ વખતે લોકસભાની ચૂંટણી એકતરફી રહેશે એવો માહોલ અગાઉ જણાતો હતો. જો કે મતદાનની તારીખ નજીક આવતા જ પરશોત્તમ રૂપાલાના નિવેદનના કારણે સર્જાયેલા ક્ષત્રિય આંદોલનથી રાજકીય ગરમાવો વ્યાપી ગયો હતો. ગુજરાતમાં લોકસભાની 26 બેઠક છે. વર્ષ 2014 અને 2019માં ગુજરાતની આ તમામ બેઠકો ભાજપે કબજે કરી લીધી હતી. આ વખતે I.N.D.I.A ગઠબંધન હેઠળ ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ભરૂચ અને ભાવનગર એમ બે બેઠક પર ચૂંટણી લડી હતી, જ્યારે બાકીની 24 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું.

EXIT POLL : ગુજરાતમાં ભાજપના સપાટા વચ્ચે પણ કોંગ્રેસ માટે સારા સંકેત, જુઓ કેટલી બેઠક મળી શકે 2 - image

આ દરમિયાન સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું. ત્યાર બાદ ભાજપ સિવાયના અન્ય ઉમેદવારોએ પણ ફોર્મ પરત ખેંચી લીધા હતા. આ કારણસર ભાજપના મુકેશ દલાલના બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. આમ, ભાજપના ખાતામાં મતદાન પહેલા જ એક બેઠક આવી ગઈ છે. ત્યાર પછી સાતમી મેના રોજ બાકીની 25 બેઠક પર મતદાન થયું હતું.

  


Google NewsGoogle News