'રાજપૂતોમાં માફી ના હોય, ભૂલ કરે તેનું માથું વાઢી નખાય...' રૂપાલા વિવાદમાં 'મહારાણી'નો આક્રોશ

Updated: Apr 3rd, 2024


Google NewsGoogle News
'રાજપૂતોમાં માફી ના હોય, ભૂલ કરે તેનું માથું વાઢી નખાય...' રૂપાલા વિવાદમાં 'મહારાણી'નો આક્રોશ 1 - image


Lok Sabha Elections 2024 | રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા સામે રાજપૂત અને ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે, ત્યારે રાજપૂત સમાજ વિશે ટીપ્પણી કરનાર રૂપાલાના વિરોધમાં રાજપીપળા સ્ટેટના મહારાણીએ આક્રોશભેર નિવેદન આપ્યું છે

રાજપીપળા રાજવી પરિવારના મહારાણી રૂક્ષ્મણીદેવીએ કહ્યું છે કે રાજપૂતોમાં માફી ના હોય. જે ભૂલ કરે છે, તેનું માથું જ કાપી નાખવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે નરેન્દ્ર મોદીએ રૂપાલાને ટિકિટ આપી છે, તે ખોટું કર્યું છે. રૂપાલાની વિચારધારા જ ખરાબ છે. 

અને એ વિચારધારા જ તેમણે બદલવી જોઈએ. રૂપાલાને રાજકોટ બેઠક પરથી બદલીને નવા ઉમેદવાર મૂકવાની તેમણે માગ કરી છે. આમ, હાલ ક્ષત્રિયો દ્વારા રૂપાલા સામે જે વિરોધ થઈ રહ્યો છે તેનું રાજપીપળાના રાજવી પરિવારે પણ સમર્થન કર્યું છે.

બીજી બાજુ ભાવનગરમાં ક્ષત્રિય સંમેલનમાં ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ સાંસદ રાજેન્દ્ર સિંહ રાણાએ પણ કહ્યું હતું કે રૂપાલાએ કરેલી ટિપ્પણીથી ક્ષત્રિયોની લાગણી દુભાઈ છે. 


Google NewsGoogle News