Get The App

ગુજરાતની જે ચાર બેઠકો પર હતો પડકાર, ત્યાં જ ભાજપની મોટા માર્જિનથી જીત

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
ગુજરાતની જે ચાર બેઠકો પર હતો પડકાર, ત્યાં જ ભાજપની મોટા માર્જિનથી જીત 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણીનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાં ભાજપ 23 બેઠક પર વિજય મેળવવામાં સફળ રહી હતી. આ દરમિયાન રાજકોટ, સાબરકાંઠા, ભરૂચ અને વલસાડ બેઠકની વાત કરવામાં આવે તો ભાજપ માટે પડકારરૂપ હતી. તેમ છતાં આ ચાર બેઠક ભાજપે મોટા માર્જિનથી જીત મળવી છે. 

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાની જીત

પરિણામ પહેલા સૌથી ચર્ચાસ્પદ રાજકોટ બેઠકને લઈને લોકોમાં ભારે ઉત્તેજના હતી. જો કે, રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવારન પરશોત્તમ રૂપાલાની 4,84,260 મતની લીડ સાથે ભવ્ય જીત થઈ છે. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી 37,3724 મત મળ્યા છે. નોંધનીય છે કે, ચૂંટણી દરમિયાન રૂપાલાએ કરેલા ક્ષત્રિય અંગેના નિવેદનને લઈને તેમનો વિરોધ થયો હતો. 

સાબરકાંઠા બેઠક પર શિક્ષક બન્યા સાંસદ, 

સાબરકાંઠા બેઠકની વાત કરીએ તો સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવતા શોભનાબેન બારૈયાને ટિકિટ આપી હતી. જેનો ભવ્ય વિજય થયો છે.ભાજપના શોભના બારૈયાની 1,55,682 મતની લીડથી જીત થઈ છે. કોંગ્રેસના તુષાર ચૌધરીની કારમી હાર થઈ છે. ભાજપના ઉમેદવારને 6,77,318 મત મળ્યાં, જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 5,21,636 મત મળ્યાં છે.  નોંધનીય છે કે આ બેઠક પર ટિકિટ લઈને ઘણો વિવાદ ચાલ્યો હતો.

ભરૂચમાં મનસુખ વસાવાનો દબદબો યથાવત્

ભરૂચ લોકસભા બેઠક ગુજરાતની ચર્ચિત બેઠક પૈકીની એક બેઠક રહી છે. અહીં વસાવા-વસાવા વચ્ચે રોમાચક રાજકીય જંગ જામી હતી. આ બેઠક પર ભાજપ ઉમેદવાર મનસુખ વસાવા 6,04,141 મત મેળવી 86,741 લીડ સાથે વિજેતા થયા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાએ 5,17,400 મત મેળવ્યા છે. જો કે  ભરૂચ બેઠક પર સતત 35 વર્ષથી ભાજપનું રાજ છે. આ બેઠક પર આપના ઉમેદવાર ચૈતર વસાવાએ ભાજપને જોરદાર ટક્કર આપવા એડીચોટીનું જોર લગાવ્યું હતું.

ભાજપના ધવલ પટેલની જીત 

ભાજપના ધવલ પટેલની 2,10,704 મતની લીડથી જીત થઈ છે. કોંગ્રેસના અનંત પટેલની હાર થઈ છે. ભાજપના ઉમેદવારને 7,64,226 મત મળ્યાં, જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 5,53,522 મત મળ્યાં છે. નોંધનીય છે કે, પાર-તાપી પ્રોજેક્ટનો વિરોધ કરીને વલસાડમાં આદિવાસી પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓમાં અનંત પટેલને સારું સમર્થન મળ્યું હતું. જો કે આ સમર્થન વોટમાં ફેરવાયું નથી અને ભાજપ ઉમેદવારનો ભવ્ય વિજય થયો છે.


Google NewsGoogle News