ગુજરાત ભાજપ પ્રમુખનો નવસારીથી 7 લાખથી વધુ મતથી વિજય, કોંગ્રેસના ઉમેદવારે પરાજય સ્વીકાર્યો
Navsari Lok Sabha Elections Result 2024: નવસારી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સી. આર. પાટીલ 767927ની લીડથી વિજય થયો છે. તેમની સામે કોંગ્રેસે નૈષધભાઈ ભુપતભાઈ દેસાઈને મેદાને ઉતાર્યા હતા. સી. આર. પાટીલને 1021837 વોટ મળ્યા હતા. જ્યારે નૈષધભાઈ ભુપતભાઈ દેસાઈને 253910 વોટ મળ્યા હતા.
સી.આર.પાટીલે જીત મેળવીને ઈતિહાસ રચ્યો
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે નવસારી લોકસભા બેઠક પરથી જીત મેળવીને ઈતિહાસ રચ્યો છે. આ મતવિસ્તારમાં કુલ સાત વિધાનસભા મતવિસ્તાર છે. આ તમામ પર પણ ભાજપના ઉમેદવારો જીત્યા છે. નવસારી લોકસભામાં ત્રીજા તબક્કા અંતર્ગત 7મી મેના રોજ મતદાન થયું હતું. ભાજપના ત્રણ વાર વિજેતા રહી ચૂકેલા સી.આર. પાટીલને આ વખતે પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા.
• ગુજરાત લોકસભાની 26 બેઠકોના પરિણામ
નવસારી મતવિસ્તારમાં આદિવાસી મતદારોની સંખ્યા વધુ
આ લોકસભા બેઠક પર યુપી, બિહાર, મધ્ય પ્રદેશ, ઓડિશા અને મહારાષ્ટ્રના મતદારોની સંખ્યા અંદાજે પચાસ ટકા છે. જિલ્લાની કુલ વસ્તી 31,99,734 છે. અહીં આદિવાસી મતોની સંખ્યા પણ ઘણી વધારે છે. કુલ વસ્તીના 12 ટકા અનુસૂચિત જનજાતિના તેમજ બે ટકા અનુસૂચિત જાતિના છે.
નવસારી લોકસભા મતવિસ્તારને સાતમી સદીમાં નવસારિકા નામથી ઓળખવામાં આવતો હતો. 1 મે, 1949માં નવસારી સુરત જિલ્લાનો ભાગ હતું. 1964માં જ્યારે સુરતનું પુનઃગઠન થયું ત્યારે તેનો વલસાડમાં સમાવેશ કરવામાં આવ્યો અને 1997માં તેને અલગ જિલ્લો જાહેર કરવામાં આવ્યો.