Get The App

ગુજરાતમાં ભાજપનું ક્લીન સ્વિપનું સપનું રોળાયું, 25 બેઠકો જીતી, 1 બેઠક પર કોંગ્રેસના ગેનીબેન વિજયી

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં ભાજપનું ક્લીન સ્વિપનું સપનું રોળાયું, 25 બેઠકો જીતી, 1 બેઠક પર કોંગ્રેસના ગેનીબેન વિજયી 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણી માટે સાત તબક્કામાં મતદાન યોજાયું હતું. ગુજરાતની 25 સહિત 542 બેઠકો માટે મતદાન પ્રક્રિયા પહેલી જૂને પૂર્ણ થઈ હતી. છેલ્લા અઢી મહિનાથી ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા બાદ આજે પરિણામ જાહેર થયા હતા. ગુજરાતમાં ભાજપને 24 બેઠક જીતી ચૂક્યું છે, જ્યારે કોંગ્રેસ એક બેઠક જીતવામાં સફળ રહી છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર જીતી જતા ભાજપનું ક્લીન સ્વિપનું સપનું રોળાયું હતું. સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની પહેલા જ બિનહરીફ જીત થઈ હતી.


ELECTION RESULTS LIVE UPDATES :

14.53 PM

ગુજરાતમાં કોંગ્રસનું ખાતું ખુલ્યું

ગુજરાતમાં ભાજપનો 23 બેઠકો પર વિજય થયો છે. અને બે બેઠકો પર ભારે રસાકસી જોવા મળી હતી. ત્યારે હવે બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થયો છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગેનીબેન ઠાકોરને અભિનંદન પાઠવ્યા છે.

14.36 PM

ગુજરાતમાં એક પછી એક બેઠકોના પરિણામ જાહેર થવા લાગ્યા છે. ત્યારે હવે ખેડાથી દેવુસિંહ ચૌહાણ, દાહોદથી જસવંતસિંહ ભાભોર, છોટાઉદેપુરથી જશુભાઈ રાઠવા, આણંદ મિતેશ પટેલ, બારડોલીથી પ્રભુ વસાવાનો તેમજ વડોદરા બેઠક પરથી હેમાંગ જોશીનો પણ વિજય થયો છે.

14.27 PM

ગુજરાતમાં ભાજપના ઉમેદવારનો ભવ્ય વિજય થયો છે. જેમાં સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિહોરા, અમદાવાદ પૂર્વમાંથી હસમુખ પટેલ, અમરેલી બેઠક પરથી ભરત સુતરિયાની જીત થઈ છે. તો કચ્છ બેઠક પરથી વિનોદ ચાવડા, સાબરકાંઠામાં શોભનાબેન બારૈયાઓ જીત નોંધાવી છે.

14.11 PM

જામનગર બેઠક પરથી પૂનમબેન માડમ, જૂનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમા, ભરુચ બેઠક પરથી મનસુખ વસાવાનો પણ જીત નોંધાવી છે.

13.50 PM

ગુજરાતમાં ભાજપનો ચાર બેઠક પર વિજય

ગુજરાતમાં ભાજપનો ચાર બેઠક પર વિજય થયો છે. જેમાં ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ, અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી દિનેશ મકવાણા, રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલા, ભાવનગર બેઠક પરથી નિમુબેન બાંભણિયાનો વિજય થયો છે. જો કે રાજ્યમાં બે બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસી જોવા મળી રહી છે.

01.07 PM

હું જનતાના જનાદેશને સ્વીકારુ છું : પરેશ ધાનાણી

રાજકોટ બેઠક પરથી પરેશ ધાનાણીએ હાર સ્વીકારતા પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન કોંગ્રેસ ઉમેદવારે કહ્યું હતું કે 'આ લડાઈ માત્ર વ્યક્તિથી વ્યક્તિની વિરુદ્ધ નહીં. વિચારધારાથી વિચારધારાની નહીં પણ વ્યવસ્થાને બદલવા માટેની હતી. લોકોએ પ્રયાસ કર્યો. મને આનંદ થાય છે કે રાજકોટવાસીઓના હ્રદયને જીતવામાં હું સફળ થયો. ચૂંટણીઓ લડવી મહત્ત્વની છે, હાર જીતતો જનતાની અદાલત નક્કી કરતી હોય છે અને જનતાના જનાદેશને હું સ્વીકારુ છું.'

12.35 PM

ગુજરાતમાં 25 બેઠકો પર મતગણતરી ચાલી રહી છે. જેમાં બે બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસી ચાલી રહી છે. બનાસકાંઠા અને પાટણ બેઠક પર બરાબરની ટક્કર જોવા મળી રહી છે.

12.09 PM

ગુજરાતમાં ભાજપ 24 અને કોંગ્રેસ એક બેઠક પર આગળ

ગુજરાતમાં લોકસભા 2024ની ચૂંટણી  માટે મતગણતરી ચાલી રહી છે. અને અત્યાર સુધીના વલણમાં ભાજપ 24 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. જ્યારે એક બેઠક પર કોંગ્રેસને લીડ મળી રહી છે. જે બેઠક પર કોંગ્રેસ લીડ છે. તેમાં પાટણ બેઠકનો સમાવેશ થાય છે.

11.51 AM

રાજકોટમાં ધાનાણીએ હાર સ્વીકારી રૂપાલાને અભિનંદન પાઠવ્યા

રાજકોટમાં પરશોત્તમ રૂપાલાની જીત નિશ્ચિત જણાતા પરેશ ધાનાણીએ હાર સ્વીકારી અભિનંદન પાઠવ્યા છે. સવારે 11:45 સુધીનાં પરિણામોમાં પરશોત્તમ રૂપાલા 2.72 લાખ મતથી આગળ નીકળી ગયા હતા. જેથી આ બહુચર્ચિત બેઠક પરથી તેમની જીત નિશ્ચિત થઈ ગઈ હતી.

11.45 AM

ગુજરાતમાં ગાંધીનગરથી અમિત શાહને 5 લાખ વોટની સરસાઈ

ગુજરાતની મોટાભાગની બેઠકો પર ભાજપના ઉમેદવારો મોટી સરસાઈથી આગળ ચાલી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી પાંચ લાખથી વધુની સરસાઈથી આગળ ચાલી રહ્યા છે. તો રાજકોટથી પરશોત્તમ રૂપાલા 2 લાખ 72 હજાર મતથી આગળ છે. વડોદરા બેઠક પર હેમાંગ જોશી 2 લાખ 57 હજાર મતથી આગળ, અમદાવાદ પશ્ચિમ બેઠક પર દિનેશભાઈ મકવાણા 2 લાખ 45 હજાર મતથી આગળ, પોરબંદરથી મનસુખ માંડવીયા 2 લાખ 38 હજાર મતથી આગળ, પંચમહાલથી જશુ રાઠવા 2 લાખ 81 હજાર મતથી આગળ

11.21 AM

મહેસાણા બેઠક પરથી હરીભાઈ પટેલ 1 લાખ 45 હજાર મતથી આગળ, પંચમહાલથી રાજપાલસિંહ 2 લાખ 30 હજાર મતથી આગળ, છોટા ઉદેપુરથી જશું રાઠવા 2 લાખ 47 હજાર મતથી આગળ

11.06 AM

અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં પાંચમાં રાઉન્ડની મતગણતરી દરમિયાન ટેક્નિકલ ખામી સર્જાતા મતગણતરી અટકી ગઈ છે.

10.45 AM

નવસારીથી કોંગ્રેસના ઉમેદવાર હાર સ્વીકારી

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવસારીથી કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ સી.આર પાટીલ સામે હાર સ્વીકારી, ભરુચથી સાત રાઉન્ડ બાદ મનસુખ વસાવા 62 હજાર મતથી આગળ, પોરબંદર મનસુખ માંડવિયા 88,562 મતથી આગળ, કચ્છથી વિનોદ ચાવડા અને છોટા ઉદેપુરથી જશુ રાઠવા આગળ

10.31 AM

અમિત શાહ 3 લાખ 10 હજાર મતથી આગળ

ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ 3 લાખ 10 હજાર મતથી આગળ, રાજકોટ બેઠક પરથી રૂપાલા 1,50 હજાર મતથી આગળ, વલસાડ બેઠક પરથી ભાજપના ધવલ પટેલ 1 લાખ 27 હજારથી આગળ, વડોદરાના હેમાંગ જોશી 1 લાખ 40 હજાર મતથી આગળ, નવસારી બેઠક પર સી.આર પાટીલ 1 લાખ 6 હજાર મતથી આગળ, અમદાવાદ પૂર્વ બેઠક પર હસમુખ પટેલ 1 લાખ મતથી આગળ, ભાવનગરથી નીમુબેન બાંભણીયા 1, 17, 417 મતથી આગળ

10.24 AM

બારડોલીમાં ઈવીએમમાંથી બે મત ઓછા નીકળતા ફરિયાદ નોંધાઈ

નવસારી બેઠક પરથી 1 લાખ 10 હજાર મતથી આગળ, બારડોલીમાં બુથ નંબર 61માં ઈવીએમમાંથી બે મતો ઓછા નીકળતા ચૂંટણી અધિકારીને ફરિયાદ નોંધાઈ, 694ની જગ્યાએ 692 મત જ નીકળ્યા હતા. બારડોલી બેઠક પરથી ભાજપના ઉમેદવાર પ્રભુ વાસાવા 61, 719 મતથી આગળ

10.15 AM

જેનીબેન ઠુંમરે મતગણતરી સ્થળ છોડ્યું

અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંમરે મતગણતરી સ્થળ છોડ્યું, ઈલેક્શનના લેટેસ્ટ આંકડા મુજબ ગુજરાતમાં ભાજપ 24 બેઠક પર જ્યારે કોંગ્રેસ બેઠક પર આગળ છે. રાજકોટ બેઠક પર પરશોત્તમ રૂપાલા 1,84,826 મતથી આગળ છે. દિવ-દમણ બેઠક પર અપક્ષ ઉમેદવાર ચાર હજાર મતથી આગળ,  દાદરા નગર હવેલીમાં ભાજપના 15929 મતથી આગળ. 

10.00 AM

પુનમબેન માડમ આગળ નીકળ્યા

ભરૂચથી મનસુખ વસાવા 51 હજાર મતથી આગળ, જૂનાગઢમાં  રાજેશ ચુડાસમા 26 હજાર મતથી આગળ, જામનગર બેઠક પર પુનમબેન માડમ 23 હજાર 343 આગળ નીકળ્યા, કચ્છ બેઠક પર વિનોદ ચાવડા 19 હજાર મતથી આગળ

9.59 AM

અમિત શાહ બે લાખ પાંચ હજાર મતથી આગળ

રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલા 54 હજાર મતથી આગળ, આણંદથી ભાજપના મિતેશ પટેલ આગળ, સાબરકાંઠાથી શોભનાબેન 918 મતથી આગળ, ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ બે લાખ પાંચ હજાર મતથી આગળ

9.51 AM

બનાસકાંઠા પર રેખાબેન ચૌધરી આગળ

બનાસકાંઠા બેઠક પર રેખાબેન ચૌધરી 2 હજાર 468 મતથી આગળ, નવસારીથી સીઆર પાટીલ 21 હજાર મતથી આગળ, વડોદરાના ભાજપના ઉમેદવાર હેમાંગ જોશી 12365 મતથી આગળ ચાલી રહ્યા છે. 

9.42 AM

ગુજરાતમાં ભાજપનું ટેન્શન વધ્યું

ગુજરાતમાં અત્યાર સુધીના વલણોના આંકડા પ્રમાણે ભાજપ 22 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે ચાર બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. કોંગ્રેસનાં ગેનીબેન ઠાકોર, તુષાર ચૌધરી, ચંદનજી ઠાકોર અને હીરાભાઈ જોટવા આગળ ચાલી રહ્યા છે. 

9.20 AM

આણંદથી ભાજપના મિતેશ પટેલ 772 મતથી આગળ, સાબરકાંઠામાં શોભનાબેન 918 મતથી આગળ ચાલી રહ્યા છે.

અમદાવાદ પૂર્વ બેઠક પર હસમુખ પટેલ આગળ

દાદરાનગર હવેલીમાં ભાજપના કલાબેન ડેલકર આગળ, અમદાવાદ પૂર્વ બેઠક પરથી હસમુખ પટેલ 15 હજાર 516 મતથી આગળ, મહેસાણામાં ભાજપના ઉમેદવાર 13624 મતથી આગળ

9.16 AM

અમિત શાહ 1.17 લાખ મતથી આગળ

ગાંધીનગરથી અમિત શાહ 1 લાખ 17 હજાર મતથી આગળ, રાજકોટથી રૂપાલા આગળ, ખેડા બેઠકથી દેવુસિંહ ચૌહાણ 30 હજાર 416 મતથી આગળ, જામનગરથી કોંગ્રેસના જે.પી.મારવીયા 799 મતથી આગળ

9.05 AM

વલસાડથી ભાજપના ઉમેદવાર ધવલ પટેલ આગળ

ભાવનગરથી નિમુબેન બાંભણીયા 37 હજાર મતથી આગળ, પાટણથી ભાજપના ઉમેદવાર ચંદનજી ઠાકોર એક હજાર મતથી આગળ, વલસાડથી ભાજપના ઉમેદાવાર ધવલ પટેલ 31 હજાર મતથી આગળ

9.00 AM

અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ભાજપના ઉમેદવાર આગળ

કચ્છ બેઠક ભાજપના વિનોદ ચાવડા આઠ હજાર મતથી આગળ,  ભાવનગરથી ભાજપના નેતા નિમુબેન બાંભણાયા પાંચ હજાર મથી આગળ, પોરબંદરથી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા ચાર હજાર મતથી આગળ, અમદાવાદ પશ્ચિમથી ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણા 15 હજાર મતથી આગળ

8.53 AM

અમિત શાહ 80 હજાર મતોથી આગળ

ગાંધીનગર બેઠક પરથી કેન્દ્રીય મંત્રી અમિત શાહ 80 હજાર મતોથી આગળ, વલસાડમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલ 14 હજાર મતથી આગળ, જૂનાગઢમાં રાજેશ ચુડાસમાં 3600 મતોથી આગળ, છોટાઉદેપુરમાં જશુ રાઠવા આગળ.

8.47 AM

જામનગર બેઠક પરથી પૂનમબેન માડમ પાછળ

જામનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ પાછળ, અમરેલીમાં જેનીબેન ઠુંમર આગળ, દહોદમાં ભાજપના ઉમેદવાર આગળ, સાબરકાંઠાથી શોભના બારૈયા આગળ, પોરબંદરથી લલિત વસૌયા 237 મતોથી આગળ

8.40 AM

વડોદરાથી ભાજપ ઉમેદવાર આગળ

શરુઆતના વલણોમાં બનાસકાંઠાથી કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર 1500 મતથી આગળ છે. વડોદરાથી ભાજપના ઉમેદવાર હેમાંગ જોશી 4683 મતથી આગળ, બારડોલીથી ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા બે હજાર મતથી આગળ.

8.36 AM

ચૈતર વસાવા અને ગેનીબેન ઠાકોર આગળ

ચૈતર વસાવા ભરૂચ બેઠક પરથી આગળ, બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર આગળ,  ગુજરાતમાં 23 બેઠક પર ભાજપ અને બે બેઠકો પર ઈન્ડિયા ગઠબંધન આગળ

8.31 AM

રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલા આગળ

નવસારીથી ભાજપ પ્રદેશ પ્રમુખ 10 હજાર મતોથી આગળ જ્યારે સૌથી ચર્ચાસ્પદ રહેલી રાજકોટ બેઠક પર પરશોત્તમ રૂપાલા આગળ ચાલી રહ્યા છે. પરશોત્તમ રૂપાલા 15 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે.

8.21 AM

ગુજરાતમાં ભાજપ 16 અને કોંગ્રેસ એક બેઠક પર આગળ

શરુઆતના વલણોમાં બારડોલી બેઠક પરથી અપક્ષ ઉમેદવાર આગળ, કચ્છથી ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. ગુજરાતમાં ભાજપ 16 બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસ એક બેઠક પર આગળ ચાલી રહી છે.

8.15 AM

ખેડા બેઠક પરથી દેવસિંહ ચૌહાણ, જુનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમાં આગળ ચાલી રહ્યા છે.  તો પાટણમાં કોંગ્રેસના ચંદનજી ઠાકોર આગળ ચાલી રહ્યા છે.

8.10 AM

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા આગળ

પંચમહાલમાં ભાજપના રાજપાલસિંહ જાદવ આગળ તો પોરબંદર બેઠક પર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા આગળ ચાલી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હાલ શરુઆતના વલણ સામે આવી રહ્યા છે.

8.05 AM

કેન્દ્રીય ગૃહમંત્રી અને સી.આર.પાટીલ આગળ

ગુજરાત રાજ્યની મતગણતરી શરુ થઈ ગઈ છે. શરુઆતના વલણોમાં ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ અને નવસારી બેઠક પરથી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આગળ ચાલી રહ્યા છે.

8.00 AM

ગુજરાતમાં 25 બેઠકો પર મતગણતરી શરુ થઈ ગઈ છે. પહેલા પોસ્ટલ બેલેટની મતગણી કરવામાં આવી રહી છે. શરુઆતના વલણ સામે આવી રહ્યા છે.

7.53 AM

ગુજરાત ભાજપ આજે ઉજવણી નહીં કરે

લોકસભા 2024ની ચૂંટણીના પરિણામ માટે થોડીવારમાં જ મતગણતરી શરુ થશે અને સાંજ સુધીમાં પરિણામ જાહેર થશે. ત્યારે ગુજરાત ભાજપ આજે ઉજવણી કરશે નહીં. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને ભાજપ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

7:44 AM 

જુનાગઢમાં કુલ 135 રાઉન્ડમાં મતગણતરી

7:44 AM

ગુજરાતની 25 બેઠકો પર 266 ઉમેદવારના ભાવીનો આજે  ફેંસલો

ગુજરાતની 26માંથી 25 બેઠકોના પરિણામ આજે જાહેર થશે. કુલ 266 ઉમેદવારોના ભાવીનો ફેંસલો થશે. ઉલ્લેખનીય છે કે સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીત થઈ છે. જુનાગઢમાં કુલ 135 જ્યારે નવસારીમાં કુલ 153 રાઉન્ડમાં મતગણતરી થશે. પહેલા પોસ્ટલ બેલેટની મતગણતરી હાથ ધરાશે

એક્ઝિટ પોલના તારણો સાચા પડે તો મોદી સરકાર હેટ્રિક કરશે

આજે લોકસભાની ચૂંટણી પરિણામ જાહેર થશે. એક્ઝિટ પોલના તારણો સાચા પડે તો મોદી સરકાર હેટ્રિક કરશે. આ તરફ ગુજરાતમાં પણ ભાજપનો દાવો છેકે, ત્રીજી વાર ભાજ૫ 26માંથી 26 બેઠકો જીતીને ક્લિન સ્વિપ કરશે. આ તરફ, કોંગ્રેસના નેતાઓને વિશ્વાસ છેકે, ચાર બેઠકો પર જીત હાંસલ કરશે. ગુજરાતમાં આ વખતે ભાજપ 26 પૈકી 26 બેઠકો જીતે તેમ નથી. જોકે, ગુજરાત ભાજપના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છેકે, ગુજરાતની પ્રજાએ નરેન્દ્ર મોદીને મત આપ્યો છે. વિકાસની રાજનીતી પર વિશ્વાસ રાખ્યો છે. ભાજપ હેટ્રીક કરશે તેમાં બેમત નથી. ક્ષત્રિય આંદોલનની કોઇ અસર થવાની નથી. 

ગુજરાતની જનતા ભાજપને પરચો દેખાડશે

આ તરફ, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઝૂમ મીટીંગ કરી ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો સાથે પરિણામને લઈને વાતચીત કરી હતી. દરમિયાન, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ  ગોહિલે દાવો કર્યો કે, ગુજરાતમાં કોંગ્રેસ ચાર બેઠકો જીતશે. 12 બેઠકો પર કોંગ્રેસ કાંટે કી ટક્કર આપશે. આ વખતે ગુજરાતની જનતા ભાજપને પરચો દેખાડશે. આપ નેતા ઈસુદાન ગઢવીએ આશા વ્યક્ત કરીકે, ઈન્ડિયા ગઠબંધન સારુ પ્રદર્શન કરશે. આપ-કોંગ્રેસ ભરૂચ- સુરેન્દ્રનગર બેઠક જીતશે તેમાં શંકાને સ્થાન નથી. આમ, એકિઝટ પોલ અને સટ્ટાબજારે તો ગુજરાતમાં ભાજપ હેટ્રીક કરશે તેવા અનુમાન વ્યક્ત કર્યા છે પણ કોંગ્રેસને વિશ્વાસ છેકે, આ વખતે ગુજરાતમાં ખાતુ ખૂલશે.

7 તબક્કામાં થયું ચૂંટણીનું આયોજન 

2024ની લોકસભા ચૂંટણી 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં યોજવામાં આવી હતી. આ સાતેય તબક્કાના મતદાનનું પરિણામ આજે સવારથી જાહેર કરવામાં આવશે. પીઆરએસના જણાવ્યા અનુસાર કુલ 543 બેઠકો પર 744 પક્ષોના 8360 ઉમેદવારો ઉભા રહ્યાં હતાં. જે છ રાષ્ટ્રીય પક્ષોના ઉમેદવારો પણ સામેલ છે.

ક્ષત્રિયોનો વિરોધ ભાજપને નુકસાન કરશે?

ચોથી જૂન 2024ની સૌ-કોઇ ભારતવાસીઓ લોકસભાની ચૂંટણી 2024ના પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે એક્ઝિટ પોલના આંકડા ભાજપ તરફી પરિણામો આપી રહ્યા છે. ભાજપ-એનડીએને 350થી વધારે બેઠકો મળે તેવા તારણો નીકળી રહ્યા છે. આ દરમિયાન ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો ભાજપને મળે તેવા પણ તારણો છે. જો કે ચૂંટણી પહેલા ક્ષત્રિયોમાં જે રીતે વિરોધ હતો તે જોતા ભાજપને ગુજરાતમાં ચાર બેઠકો પર નુકસાન થવાનો અંદાજ હતો, પરંતુ એક્ઝિટ પોલમાં ભાજપને ગુજરાતમાં ક્લિન સ્વિપ મળી રહી છે. મેટ્રિઝના સરવેમાં ગુજરાતમાં ભાજપને બે બેઠકના નુક્સાનનો દાવો કરાયો છે. આમ છતાં રાજકીય નિષ્ણાતોનું અનુમાન છે કે, ક્ષત્રિયોના વિરોધથી ભાજપને ગુજરાતમાં કોઈ નુકસાન થઈ રહ્યું નથી. 

ગુજરાતમાં ભાજપનું ક્લીન સ્વિપનું સપનું રોળાયું, 25 બેઠકો જીતી, 1 બેઠક પર કોંગ્રેસના ગેનીબેન વિજયી 2 - image


Google NewsGoogle News