'જ્યારે નાનું બાળક રડતું હોય ત્યારે..', લોકસભામાં ટિકિટ કપાતાં ભાજપ સાંસદ કુંડારિયાનું દર્દ છલકાયું

ગુજરાતમાં ભાજપે લોકસભાની ચૂંટણીની તૈયારી પૂરજોશમાં શરુ કરી દીધી

ભાજપે લોકસભાની 26 બેઠકોમાંથી 15 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
'જ્યારે નાનું બાળક રડતું હોય ત્યારે..', લોકસભામાં ટિકિટ કપાતાં ભાજપ સાંસદ કુંડારિયાનું દર્દ છલકાયું 1 - image


Gujarat Politics : ગુજરાતમાં ભાજપે લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024) માટે તૈયારી શરુ કરી દીધી છે અને લોકસભાની 26 બેઠકોમાંથી કેટલાક ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે, જેમાં કેટલાક નામ રિપિટ થયા છે અને કેટલીક બેઠકો પર નવા નામો જાહેર કરાયા છે ત્યારે આ વખતે રાજકોટ લોકસભાની બેઠક પરથી બે વખત સાંસદ બનેલા મોહન કુંડારિયા (Mohan Kundaria)ને ટિકિટ ન મળી નથી. તેમણે આજે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે વડાપ્રધાનનો આભાર માન્યો હતો. જો કે ટિકિટ ન મળવાને કારણે તેમનું દર્દ છલકાયુ હતું અને કોઈનું નામ લીધા વગર કટાક્ષ પણ કર્યો હતો.

મોહન કુંડારિયાએ નામ લીધા વગર જ કટાક્ષ કર્યો

લોકસભાની ચૂંટણીની તારીખ ગમે તે સમયે જાહેર થઈ શકે છે અને ગુજરાતમાં ભાજપ તમામ 26 બેઠકો જીતવાનો દાવો કરી રહી છે ત્યારે ભાજપે પોતાના 26માંથી 15 ઉમેદવારોના નામો જાહેર કરી દીધા છે. આ વખતે ઘણાના પત્તા કપાયા છે જેમાં રાજકોટ બેઠકના હાલના સાંસદ મોહન કુંડારિયાનું પણ પત્તું કપાયું છે અને તેમની જગ્યાએ કેન્દ્રિય મંત્રી પરસોતમ રૂપાલા (Parshottam Rupala)ને ટિકિટ મળી છે. મોહન કુંડારિયાએ આજે પત્રકાર પરિષદ યોજી હતી અને તેમણે પરસોતમ રૂપાલાને ટિકિટ મળી તે માટે અભિનંદન પણ આપ્યા હતા અને સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendara Modi)નો પણ આભાર પણ વ્યક્ત કર્યો હતો. જો કે આ દરમિયાન તેમણે એક નિવેદન આપ્યું હતું જેની હાલ રાજ્યમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. આ નિવેદનમાં તેમણે કોઈનું પણ નામ લીધી વગર જ કટાક્ષ કર્યો હતો. તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે 'પાર્ટી એક મા જેવી છે, જે માને બે બાળક હોય, જે રમકડાં રમતા હોય ત્યારે નાનું બાળક રડે ત્યારે મા મોટા પાસેથી લઈને નાના બાળકને આપી દે. બસ, ભાજપની ભૂમિકા પણ એવી જ છે.'


'જ્યારે નાનું બાળક રડતું હોય ત્યારે..', લોકસભામાં ટિકિટ કપાતાં ભાજપ સાંસદ કુંડારિયાનું દર્દ છલકાયું 2 - image


Google NewsGoogle News