વડોદરાના અલકાપુરી સેન્ટર પોઇન્ટમાં એક ડઝનથી વધુ ઓફિસના તાળા તૂટ્યા
Vadodara Theft Case : વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલા એક શોપિંગ સેન્ટરમાં ત્રાટકેલો ચોર એક ડજન થયું હતું. ઓફિસોના તાડા તોડી હાથ ફેરો કરી ગયો હોવાનો બનાવ બનતા પોલીસ દોડી ગઈ છે.
અલકાપુરીમાં આવેલા સેન્ટર પોઇન્ટમાં ત્રાટકેલો ચોર લગભગ દરેક ફ્લોર પર એક બે ઓફિસોના તાળાં તોડી તેમજ કાપીને અંદર ચીજ વસ્તુઓ ફેંદી ગયો હતો. કેમેરામાં એક ચોર અંદર પ્રવેશતો નજર પડે છે અને તેણે સીસીટીવી કેમેરો પણ ફેરવી દીધો હતો.
પ્રાથમિક વિગતો મુજબ ચોરે માત્ર રોકડ રકમ ચોરવા માટે સાફસૂફી કરી હતી. પરંતુ તેને એકાદ બે ઓફિસમાં જ થોડી ઘણી રોકડ મળી હતી. બાકીની ઓફિસમાં મોબાઇલ ફોન તેમજ લેપટોપ સહિતની ચીજો પડી હોવા છતાં તેણે ઉઠાવી ન હતી. બનાવ અંગે અકોટા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.