Get The App

પતિ સાથે અનબન થતાં ગૃહિણીનું પ્રેમી સાથે લિવ- ઈન એગ્રિમેન્ટ

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
પતિ સાથે અનબન થતાં ગૃહિણીનું પ્રેમી સાથે લિવ- ઈન એગ્રિમેન્ટ 1 - image


લાપતા પરિણીતાને પોલીસે શોધી એ સાથે જ ઘટસ્ફોટ રાણાવાવની મહિલા પુત્રી સાથે સાસરે મજીવાણા જવાનું કહીને નીકળ્યા બાદ ગુમ થઇ ગઇ હતી 

પોરબંદર, : રાણાવાવની પરિણીતા પિયરથી સાસરે જવાનું કહીને નીકળી પછી ગુમ થઈ ગયાનું જણાવાતાં પોલીસ સક્રીય બની હતી, અને જ્યારે પોલીસે તેને શોધી કાઢી ત્યારે બહાર આવ્યું કે વિદેશ રહેતો પતિ ફોન પર ઝગડા કરતો હોવાથી તેણીએ અન્ય વ્યક્તિ સાથે લિવ- ઈન એગ્રીમેન્ટ કરી લીધા છે અને હાલ સાસરે જવા નથી માગતી.

રાણાવાવ પોલીસ સ્ટેશનમાં એક ગૃહસ્થે જણાવેલું કે, તેમની દીકરી માયા (ઓળખ છૂપાવવા અહીં નામ બદલ્યું છે) મજીવાણા ગામે સાસરે હતી અને રાણાવાવ પોતાના ઘરે આટો દેવા આવ્યા બાદ તે સાસરે જવાનુ કહી પોતાની દીકરી સ્નેહા (ઉ.વ. 7)ની સાથે નીકળ્યા પછી સાસરે પહોંચી નથી. એ અંગે ગુમ જાણવા જોગની જાહેરાત લેવાની પ્રક્રીયા ચાલુ હતી.

રાણાવાવના સબ ઇન્સ્પેકટર આર.જી. ચુડાસમા તથા પોલીસ સ્ટાફ ગુમ થનારની શોધખોળમાં હતા, તે દરમિયાન ટેકનિકલ સોર્સથી એ મહિલા, તેની પુત્રી તથા ભૂરાભાઈ (નામ બદલ્યું છે) નામના વ્યક્તિને અડવાણા ગામેથી શોધી કાઢ્યા હતા. પૂછપરછ કરી નિવેદન લેતા મહિલાએ કહ્યું કે તેના પતિ વિદેશ રહે છે અને તેની સાથે અવાર-નવાર ફોનમાં ઝઘડતા રહે છે. પોતાને એકાદ વર્ષથી આ ભૂરા સાથે પ્રેમ સંબધ હતો અને હાલ પોતે તેની સાથે અરસ પરસ રહેવાનો સમજુતી કરાર કલ્યાણપુર ખાતે વકીલ મારફત કરાવેલ છે, હાલ પોતે આ ભૂરા સાથે રહેવા માંગે છે. પોલીસે આ નિવેદન લઈ કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News