ચોટીલા બસ સ્ટેન્ડ પાસેથી ગેરકાયદે પિસ્તોલ સાથે લિસ્ટેડ આરોપી ઝડપાયો
- પિસ્તોલ, કારતૂસ, કાર સહિત રૂ. 5.03 લાખનો મુદ્દામાલ જપ્ત
- આરોપી સામે હથિયારધારા, એટ્રોસીટી, પ્રહિબીશન સહિત ચાર ગુનો નોંધાયેલા
સુરેન્દ્રનગર : ચોટીલા હાઇવે પર બસ સ્ટેન્ડ પાસેથી ગેરકાયદે પિસ્તોલ સાથે લિસ્ટેડ આરોપી ઝડપાયો છે. પોલીસે પિસ્તોલ, કારતૂસ, કાર સહિત રૂ.૫.૦૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે. આરોપી સામે હથિયારધારા, એટ્રોસીટી, પ્રહિબીશન સહિત ચાર ગુનો નોંધાયેલા છે.
ચોટીલા હાઈવે પર બસ સ્ટેન્ડ પાસેથી નંબર પ્લેટ વગરની કાર શંકાસ્પદ હાલતમાં પસાર થતા ચોટીલા પોલીસે તલાશી લીધી હતી. જેમાં ગેરકાયદેસર હાથ બનાવટની પિસ્તોલ, પાંચ નંગ કારતૂસ મળી આવ્યા હતા. પુછપરછ દરમિયાન કારચાલક પ્રદિપભાઈ અનકભાઈ કરપડા (રહે.ચોટીલા)એ પિસ્તોલ અને કાતૂસ પાસ પરમીટ કે આધાર પુુરાવા નહીં હોવાનું જણાવ્યું હતું. પોલીસે પિસ્તોલ (કિં.રૂ. ૨,૦૦૦), પાંચ કારતૂસ (કિં.રૂ.૫૦૦) કાર (કિં.રૂ.પાંચ લાખ) અને મોબાઇલ મળી રૂ.૫.૦૩ લાખનો મુદ્દામાલ કબજે લઇ કાર ચાલક પ્રદિપભાઇ સામે ચોટીલા પોલીસ મથકે હથિયાર ધારા હેઠળ ગુનોે નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પુછપરછ દરમિયાન ઝડપાયેલ શખ્સ વિરૂધ્ધ સાયલા પોલીસ મથકમાં હથિયારધારા, મુળી પોલીસ મથકમાં એટ્રોસીટી, પ્રહિબીશન અને જાહેરનામાના ભંગ સહિત કુલ ચાર જેટલા ગુનાઓ નોંધાયા હોવાનું જાણવા મળ્યું હતું.