આડેસર ચેક પોસ્ટ પર ટ્રકમાંથી 84 હજારની કિંમતનો દારૂ ઝડપાયો
દારૂની ૨૮૮ બોટલો, ગુવારનાં ૪૮૯ કટ્ટા સહીત કુલ ૪૯.૭૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયા
ગાંધીધામ: આડેસર ચેક પોસ્ટ પર પોલીસે તપાસ દરમિયાન રાજસ્થાનથી ગોવરનાં કટ્ટા ભરી આવેલા ટ્રકને અટકાવ્યો હતો. જેમાં પોલીસે ટ્રક અંદર તપાસ કરતા ટ્રકની અંદર ગુવારનાં કટ્ટા નીચે સંતાડી રાખેલી દારૂની ૨૮૮ બોટલ ઝડપી પાડી હતી. જેમાં પોલીસે દારૂની બોટલ સાથે ગુવારનાં કટ્ટા અને બે મોબાઈલ ફોન અને ટ્રક સહીત કુલ ૪૯.૭૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કુલ ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છનાં પ્રવેશદ્વાર સમાન આડેસર ચેક પોસ્ટ પર આડેસર પોલીસે તપાસ દરમિયાન ટ્રક નં આરજે ૦૪ જીબી ૬૨૧૭ને ઝડપી પાડયો હતો. જેમાં પોલીસે ટ્રકમાં તપાસ કરતા ગોવારનાં કટ્ટા નીચેથી સંતાડીને રાખેલી ભારતીય બનાવટની વિદેશી શરાબની ૨૮૮ બોટલો જેની કિંમત રૂ. ૮૪,૦૦૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂની સાથે ગુવારનાં ૪૮૯ કટ્ટા, બે મોબાઈલ ફોન અને ટ્રક સહીત કુલ રૂ. ૪૯,૭૬,૪૨૦નો મુદ્દામાલ કબ્જે કરી ટ્રકનાં ચાલક ખેતારામ મુલારામ જાટ (રહે. ચોહતન બાડમેર) અને લાભુરામ પદમારામ જાટ (રહે. આલમસર બાડમેર) તેમજ દારૂનો જથ્થો મોકલનાર કાનારામ જાટ અને દારૂનો જથ્થો મંગાવનાર વિરુદ્ધ આડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.