ગાંધીધામમાં બે દરોડામાં 43 હજારનો દારૂ ઝડપાયો
દારૂની ૧૧૨ બોટલો કબ્જે કરાઈ, એક બુટલેગર ઝડપાયો એક નાસી ગયો
પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીધામ એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, ગાંધીધામનાં મહેશ્વરીનગરમાં રહેતો નિતેશ ઉર્ફે નીતિન ગાંગજીભાઈ મહેશ્વરી પોતાના કબ્જાનાં મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરી રહ્યો છે. જે બાતમી આધારે પોલીસે મકાન પર દરોડો પાડી મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી શરાબની કુલ ૫૭ બોટલો જેની કિંમત રૂ. ૨૮,૯૯૫નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. જ્યારે દારૂનો જથ્થો રાખનાર બુટલેગર નિતેશ ઉર્ફે નીતિન પોલીસને હાથ આવ્યો ન હતો.તો બીજી બાજુ ગાંધીધામનાં જ ભારતનગરમાં રહેતા રામ ઘનશ્યામભાઈ કોટવાણીનાં રહેણાંક મકાન પર બાતમી આધારે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડામાં પોલીસે મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી શરાબની કુલ ૫૩ બોટલો જેની કિંમત રૂ. ૧૩,૭૫૬નાં મુદ્દામાલ સાથે આરોપી રામ ને ઝડપી પાડયો હતો. જેમાં પોલીસે બે દરોડામાં વિદેશી દારૂ કબ્જે કરી બે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી બાકી એક આરોપીને ઝડપી પાડવા વધુ કાર્યવાહી હાથ ધરી છે.