પૂર્વ કચ્છ અલગ અલગ ચાર દરોડામાં 33 હજાર કિંમતનો દારૂ ઝડપાયો
દારૂની 49 બોટલો અને 18 ક્વાટરીયા સાથે ત્રણ ઝડપાયા એક હાથ ન આવ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર રાપરનાં પ્રાગપર ચોકડી શાક માર્કેટની સામે આવેલી બાવળોની ઝાડીમાં રાપર પોલીસે બાતમી આધારે દરોડો પાડયો હતો. જેમાં ભારતીય બનાવટની વિદેશી શરાબનાં કુલ ૧૮ ક્વાટરીયા જેની કિંમત રૂ. ૨,૧૬૦ ઝડપી પાડયા હતા. જ્યારે બાવળોની ઝાડીમાં દારૂ સંતાડી અને તેનું વેચાણ કરનાર બુટલેગર રામદેવસિંહ ઉર્ફે કાનો ચતુરસિંહ જાડેજા (રહે. ગેલીવાડી રાપર) પોલીસને હાથ આવ્યો ન હતો. તો બીજી બાજુ ગાંધીધામ એ ડિવિઝન પોલીસે બાતમી આધારે ગાંધીધામનાં મહેશ્વરીનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં તપાસ દરમિયાન ૩૫ વર્ષીય મનોજભાઈ બાબુભાઇ ફમા (રહે. કિડાણા ગાંધીધામ)ને પોતાના કબ્જાની જયુપીટર સ્કૂટી નં જીજે ૧૨ ઈએન ૧૫૮૨ની ડેકીમાં વિદેશી દારૂની ૧૦ બોટલો જેની કિંમત રૂ. ૬,૮૬૦ સાથે ઝડપી પાડયો હતો. પોલીસે આરોપી પાસે દારૂ અને સ્કૂટી સહીત કુલ ૩૩,૮૬૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ગાંધીધામનાં જૂની સુંદરપુરી વિસ્તારમાં નવરાત્રી ચોકમાં રહેતા ૨૨ વર્ષીય કરણભાઈ નારણભાઇ માતંગનાં રહેણાંક મકાનમાં બાતમી આધારે દરોડો પાડયો હતો. જે દરોડામાં પોલીસે બુટલેગર કરણને ભારતીય બનાવટની વિદેશી શરાબની કુલ ૨૪ બોટલો જેની કિંમત રૂ. ૧૩,૪૬૪નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. અને અંજારનાં રેલવે પાટા પાસે આવેલા નવાનગરમાં બુટલેગર શૈલેષ રઘુરામ મારાજ (રહે. નવાનગર અંજાર) કબ્જાની ઓરડીમાં અંજાર પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડામાં પોલીસે આરોપી શૈલેષને ભારતીય બનાવટની વિદેશી શરાબની કુલ ૧૫ બોટલો જેની કિંમત રૂ. ૧૦,૮૭૩નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો.