Get The App

ચોટીલા નજીક કન્ટેનરમાંથી રૃા.૩૧.૨૭ લાખનો દારૃ બિયરનો જથ્થો પકડાયો

Updated: Dec 12th, 2024


Google NewsGoogle News
ચોટીલા નજીક કન્ટેનરમાંથી રૃા.૩૧.૨૭ લાખનો દારૃ બિયરનો જથ્થો પકડાયો 1 - image


રાજસ્થાનથી   માલ મોરબીમાં ડિલિવર્ડ કરવાનો હતો એક શખ્સ ઝબ્બે

૨૩૧૬૦ બીયરના ટીન અને વિદેશીદારૃની ૮૬૪ બોટલ કબજે,વિશેષ હકીકતો જાણવા માટે રિમાન્ડ મગાતા સાત દિવસના રિમાન્ડ મંજૂર

ચોટીલા :  ચોટીલા પંથકમાં દારૃના ધંધાર્થીઓએ નાની લાઇન છોડી ઝાલાવાડમાં મોટી લાઇન નેશનલ હાઈવે ઉપર ફરી ઇંગ્લીશ દારૃનાં ધંધાર્થીઓનું નેટવર્ક શરૃ થયેલ છે. ટૂંકા દિવસો મા જ ચોટીલા વિસ્તારમાં બીજી કન્ટેનર ટ્રક ભરેલા ૪૧. ૪૨ લાખનાં બીયર દારૃનાં મુદ્દામાલ સાથે આરોપી ઝડપાતા સાત દિવસના રિમાન્ડ પર લેવાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે પીઆઈ જે. જે. જાડેજા, તથા સ્ટાફ દ્વારા ચોટીલા હાઇવે ઉપર ખાસ પેટ્રોલીંગ ગોઠવી રાજકોટ હાઇવે પર મહાવીરપુરમ મંદીર પાસેથી કન્ટેનર ટ્રકમાં લઈ જવાતો ગેરકાયદેસર ઇંગ્લીશ દારુની બોટલ નંગ ૮૬૪ તથા બીયર કૂલ.નંગ ૨૩,૧૬૦, જેની કિમત  રૃ.૩૧,૨૭,૫૩૬ તથા ટ્રક, મોબાઇલ ફોન તેમજ અન્ય મુદામાલ મળી રૃ. ૪૧,૪૨, ૫૩૬ ના મુદ્દામાલ સાથે રાજસ્થાનનાં બાડમેર જીલ્લાનાં રૃપોની ચોકીદાણી ગામનો ટ્રક ચાલક આરોપી દોલારામ સન ઓફ અમરારામ રૃપરામ ને ઝડપી પુછપરછ હાથ ધરેલ હતી

પકડાયેલ આરોપી પાસેથી પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળેલ કે પકડાયેલ દારૃનો જથ્થો રાજસ્થાનના સાંચોરના રહીશ બલવીરસીગ ઉર્ફે બજરંગ રાજુરામ જાટ એ ભરી આપેલો જે મોરબીના અજાણ્યા માણસો ને ટેલીફોનીક સંપર્કનાં આધારે પહોંચાડવાનો હતો.પોલીસે પકડાયેલ જથ્થો મંગાવનાર બુટલેગર તેમજ ભરી આપનાર સહિતનાં તમામ આરોપી સુધી  કોણ અને જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં કંઇ પધ્ધતી કામ કરે છે તેના મૂળ સુધી પહોંચવા પકડાયેલ ચાલક એવા આરોપીનાં કોર્ટ માંથી સાત દિવસનાં રીમાન્ડ મેળવી સઘન તપાસ હાથ ધરેલ છે.

થોડા દિવસો પહેલા ચોટીલા હાઇવે ની એક હોટલના ગ્રાઉન્ડમાં પડેલ ટેન્કરમાંથી ઇંગ્લીશ દારુનાં મુદ્દામાલ સાથે એક શખ્સ ને સ્ટેટ વિજીલન્સની ટીમે ઝડપી પાડેલ હતો ફરી એલસીબી દ્વારા ટ્રક ભરી જથ્થો પકડાતા સૌરાષ્ટ્રનાં દારૃનાં ધંધાર્થીઓ દ્વારા દસાડા પાટડી તરફની નાની લાઇન છોડી ને નેશનલ હાઈવે ઉપરની મોટી લાઇન શરૃ કરાયાની ચર્ચા છે.

rajkotdaru

Google NewsGoogle News