Get The App

દમણથી વાયા સુરત હજીરા રો-રો ફેરીમાં જૂનાગઢ પહોંચાડવાનો રૂ. 26.63 લાખનો દારૂ પકડાયો

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
દમણથી વાયા સુરત હજીરા રો-રો ફેરીમાં જૂનાગઢ પહોંચાડવાનો રૂ. 26.63 લાખનો દારૂ પકડાયો 1 - image



- હજીરા રોડ એલ એન્ડ ટી કંપનીના ગેટ નં. 2 પાસેથી એસએમસીએ કન્ટેનર પકડયુઃ દમણથી ભૈયાભાઇ નામના બુટલેગરે કન્ટેનર મોકલાવ્યું હતું
- ભૈયાના ઇશારે અગાઉ પલસાણા નજીક નાયરા પેટ્રોલ પંપ ઉપર બે વખત દારૂ ભરેલું કન્ટેનર પાર્ક કર્યાની ડ્રાઇવરની કબૂલાત


સુરત


દમણથી વાયા સુરત-હજીરા રો-રો ફેરીમાં ભાવનગર અને ત્યાંથી જૂનાગઢ હેરાફેરી કરવામાં આવી રહેલા રૂ. 26.63 લાખની મત્તાનો દારૂ ભરેલું કેન્ટેનર એસએમસીએ ઝડપી પાડી ડ્રાઇવર-ક્લીનરની ધરપકડ કરી છે. જયારે દારૂ મોકલાવનાર, મંગાવનાર અને ટ્રાન્સપોર્ટ સંચાલક સહિત પાંચને વોન્ટેડ જાહેર કર્યા છે.

દમણથી વાયા સુરત હજીરા રો-રો ફેરીમાં જૂનાગઢ પહોંચાડવાનો રૂ. 26.63 લાખનો દારૂ પકડાયો 2 - image
ગાંધીનગર એસએમસી (સ્ટેટ મોનિટરીંગ સેલ) એ બાતમીના આધારે હજીરા રોડ એલ એન્ડ ટી કંપનીના ગેટ નં. 2 નજીક સ્મશાન ભુમિ પાસે વોચ ગોઠવી ટ્રાફિક જામમાં ઉભેલા કન્ટેનર એમએચ-04 ઇવાય-2163 ને સાઇડ કરાવી ચેકીંગ હાથ ધર્યુ હતું. જેમાંથી વિદેશી દારૂ અને બીયરના 404 નંગ બોક્સમાંથી 10,416 નંગ બોટલ કિંમત રૂ. 26.63 લાખની કિંમતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. ઉપરાંત ડ્રાઇવરની કેબીનમાંથી એરો ડાયનેમીક પ્લાસ્ટિક કંપનીનું ટેક્સ ઇન્વોઇસ અને ઇ-વે બિલ તથા શુક્લા ટ્રાન્સપોર્ટના કાગળો મળી આવ્યા હતા. પોલીસે કન્ટેનર ચાલક સંદીપ કલ્યાણસિંહ દસોંદી (ઉ.વ. 25) અને ક્લીનર હેમરાજ સુરેશ સેમ્લીયા (ઉ.વ. 23 બંને રહે. ધામનોદ, તા. ધરમપુરી, તા. ધાર, એમ.પી) ની ધરપકડ કરી હતી. બંનેની પૂછપરછ સંદીપે કબૂલાત કરી હતી કે પૈસાની જરૂર હોવાથી વતનના મિત્ર દીપક ઠાકુરના કહેવાથી દમણ જઇ ભૈયાભાઇનો સંર્પક કર્યો હતો. ગત સવારે ભૈયાના કહેવાથી દમણ કોસ્ટલ હાઇવે ઉપર એક ચાલકે કન્ટેનર આપ્યું હતું અને નેશનલ હાઇવે 48 થઇ સુરત અને ત્યાંથી હજીરા રો-રો ફેરીમાં કન્ટેનર લઇ ભાવનગર અને ત્યાંથી જૂનાગઢ પહોંચવાનું કહ્યું હતું. પરંતુ જૂનાગઢમાં કન્ટેનર કઇ વ્યક્તિને આપવાનું હતું તે અંગે ત્યાં પહોંચ્યા પછી જાણ મોબાઇલ ઉપર જાણ કરશે એવી કબૂલાત કરી હતી. ઉલ્લેખનીય છે કે સંદીપ અગાઉ બે વખત દારૂ ભરેલું કન્ટેનર ભૈયાના ઇશારે દમણથી લઇ આવી પલસાણા નજીક નાયરા પેટ્રોલ પંપ પાસે પાર્ક કરીને ચાલ્યો ગયો હતો.


Google NewsGoogle News