વડોદરાના કપૂરાઈ-વાઘોડિયા માર્ગ ઉપર બિનવારસી કન્ટેનરમાંથી રૂ.10 લાખનો દારૂ ઝડપાયો
Vadodara Liquor Smuggling : હાઈવે પરથી કપૂરાઈ પોલીસની ટીમએ 118 પેટી વિદેશી દારૂનો જથ્થો ભરેલ બિનવારસી કન્ટેનર ઝડપી પાડી રૂ.19.91 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી વોન્ટેડ આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી અનુસાર, કપુરાઈ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે, કપુરાઇ ચોકડીથી વાઘોડીયા ચોકડીની વચ્ચે રાજસ્થાન પાર્સિંગના એક કન્ટેનરમા વિદેશી દારૂનો જથ્થો છે. જે આધારે પોલીસે બાતમી મુજબના સ્થળે તપાસ કરતા ચાઈ સુટ્ટા બાર દુકાનની બહારથી એક કન્ટેનર બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. અને કન્ટેનરના દરવાજાનું લોક તોડી દરવાજો ખોલી ચકાસણી કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અલગ અલગ બ્રાંડની દારૂની રૂ.9,91,200ની કિંમત ધરાવતી 1416 બોટલો તથા કન્ટેનર મળી કુલ રૂ.19,91,200નો મુદ્દામાલ કબ્જે કરી કન્ટેનર ચાલક/માલિક, દારૂનો જથ્થો મોકલનાર તથા મંગાવનારના સગડ મેળવવા વધુ તપાસ હાથ ધરી હતી.