વાઘોડિયાના બાકરોલમાંથી પાણીના અવાડામાંથી 3.70 લાખનો દારૂ પકડાયો, બૂટલેગર ફરાર
Vadodara : વાઘોડિયા તાલુકાના બાકરોલ ગામે તળાવ નજીકના પાણીના ખાલી અવાડામાં છુપાવેલો રૂ.3,68,196નો વિદેશી દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો. જોકે દારૂ છુપાવનાર બૂટલેગર તેના ઘરેથી ફરાર થઈ ગયો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર વાઘોડિયા તાલુકાના બાકરોલ ગામે રહેતા સાગર બીપીન ભાલીયા વિદેશી શરાબનો વેપલો કરે છે તેવી બાજમી વાઘોડિયા પોલીસને મળી હતી તેથી તેના ઘરે અને ગામમાં તળાવ નજીક પાણીની ટાંકી પાસે આવેલા ખાલી હવાડામાં તપાસ કરી હતી. ત્યારે અવાડામાંથી રૂ.3,68,196 નો વિદેશી શરાબ મળી આવ્યો હતો. જોકે સાગર નાસી ગયો હતો. પોલીસે દારૂનો કબજો લઈ સાગરને પકડવા તજવીજ હાથ ધરી છે.