Get The App

જામનગર શહેર-દડિયા અને કાલાવડમાં દારૂના દરોડા : 51 નંગ દારૂની બાટલી સાથે ત્રણ ઝડપાયા

Updated: Dec 2nd, 2024


Google NewsGoogle News
જામનગર શહેર-દડિયા અને કાલાવડમાં દારૂના દરોડા : 51 નંગ દારૂની બાટલી સાથે ત્રણ ઝડપાયા 1 - image


Jamnagar Liquor Crime : જામનગરના લાલપુર ચોકડી, દડિયા તેમજ કાલાવડ ગ્રામ્ય વિસ્તારમાં પોલીસે દારૂ અંગેના જુદા જુદા ચાર સ્થળોએ દરોડા પાડયા હતા. જેમાં ઈંગ્લીશ દારૂની કુલ 51 બોટલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લેવાયા છે. જયારે આ દરોડામાં ચાર શખ્સોને ફરાર જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

જામનગર–લાલપુર ચોકડીથી આગળ શાંતિ હોટલ પાછળ જય હરિ સોસાયટીમાં રહેતાં જયદીપ ડવ અને વિજય પટેલ નામના શખ્સોના રહેણાંક મકાનમાં દારૂ છૂપાવ્યો હોય અને તેઓ ખાનગીમાં વેચાણ કરતાં હોય તેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જયાં મકાનમાંથી રૂા.8 હજારની કિંમતની 16 બાટલી દારૂ મળી આવ્યો હતો. આથી મુદામાલ કબ્જે કર્યો હતો. જયારે બન્ને શખ્સો દરોડા દરમ્યાન હાજર મળી આવેલ ન હોય તેઓને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

આ ઉપરાંત કાલાવડના ટોડા ગામે રહેતો રવીરાજસિંહ હરદેવસિંહ જાડેજાની પોલીસે તલાશી લેતા તેમના કબ્જામાંથી રૂા.11,500ની કિંમતની 23 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે મુદામાલ સાથે આરોપીની ધરપકડ કરી છે. જયારે તેની પૂછપરછ કરતાં દારૂનો આ જથ્થો ટોડા ગામમાં જ રહેતો શકિતસિંહ રણજિતસિંહ જાડેજાએ સપ્લાય કર્યો હોવાનું જણાવતા પોલીસે તેની સામે ગુનો નોંધી ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

જયારે કાલાવડ તાલુકાના પ્રભુજી પીપળીયા ગામે રહેતો અભિજીતસિંહ હરદેવસિંહ જાડેજા નામનો શખ્સ પોતાની જીજે-03 એફડી 7043 નંબરની અલ્ટો કાર લઈને જતો હતો ત્યારે મુરીલા ગામ પાસે પોલીસે મોટર કારને અટકાવી તેની તલાશી લેતા કારમાંથી રૂા.6 હજારની કિંમતની 12 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવ્યો હતો. આથી પોલીસે દારૂ તેમજ કાર સહિતના મુદામાલ સાથે આરોપીની અટકાયત કરી છે. જયારે દારૂનો જથ્થો સપ્લાય કરનાર રવિરાજસિંહ હરદેવસિંહ જાડેજાને ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. આ ઉપરાંત કાલાવડ તાલુકાના સનાળા ગામે રહેતો રવિ ભીખાભાઈ ગધેથરિયા નામના શખ્સની ઈંગ્લીશ દારૂની એક બોટલ સાથે પોલીસે ધરપકડ કરી છે.


Google NewsGoogle News