Get The App

વડોદરામાં દારૂના કટીંગ સમયે સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો : 9.06 લાખના દારૂ સાથે 5 ઝડપાયા, 6 વોન્ટેડ

Updated: Oct 26th, 2024


Google NewsGoogle News
વડોદરામાં દારૂના કટીંગ સમયે સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો :  9.06 લાખના દારૂ સાથે 5 ઝડપાયા, 6 વોન્ટેડ 1 - image


Vadodara Liquor Crime : વડોદરાના વાઘોડિયા રોડ ચાર રસ્તા પાસે નુર્મઆવાસ યોજનાના મકાનમાં દારૂના કટીંગ સમયે સ્ટેટ મોનિટરિંગ રેડ પાડીને 9,00,000 ના દારૂ સાથે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યારે અન્ય છ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. 

સ્ટેટ મોનિટરિંગ સેલની માહિતી મળી હતી કે વાઘોડિયા રોડ નુર્મ આવાસ યોજનાના મકાનમાં રહેતો આરોપી ભાવેશ ચંદ્રકાંત રાજપૂતે વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો છે અને વડોદરાના બુટલેગરો તેની પાસે દારૂ લેવા માટે ગાડીઓ લઈને આવવાના છે જેથી મોનિટરિંગ સેલની ટીમે વોચ ગોઠવીને દરોડો પાડતા પાંચ આરોપીઓ ઝડપાઈ ગયા હતા. જેમાં (1)  ભાવેશ રાજપુત (2) નીરવ ભરતભાઈ પટેલ (રહે વિશ્વકર્મા ગાંધી કુટીર, વાઘોડિયા રોડ) (3) કેતન જીતેન્દ્રભાઈ રાણા (રહે આશાપુરી નગર, વડોદરા) (4) આતિશ વિનોદભાઈ ઠાકોર (રહે જય નારાયણ નગર પ્રતાપ નગર, વડોદરા) તથા (5) જયેશ ઈશ્વરભાઈ કહાર (રહે નુર્મ આવાસ યોજનાના મકાનમાં, વડોદરા) નો સમાવેશ થાય છે. જ્યારે દારૂ ઉતારનાર અને મોકલનાર તથા વાહન માલિક સહિત 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે વિદેશી દારૂની 3,348 બોટલ કિંમત રૂપિયા 9.06 લાખ તથા નવ મોબાઈલ ત્રણ વાહનો અને રોકડા 1200 મળી કુલ રૂપિયા 15.98 લાખનો મુદ્દામણ કબજે કર્યો છે

.



Google NewsGoogle News