નેશનલ હાઇવે ઉપર દારૂની હેરાફેરી : કરજણ પાસે 45,456 દારૂની બોટલો ભરેલા ટેમ્પા સાથે ડ્રાઈવરની ધરપકડ

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
નેશનલ હાઇવે ઉપર દારૂની હેરાફેરી : કરજણ પાસે 45,456 દારૂની બોટલો ભરેલા ટેમ્પા સાથે ડ્રાઈવરની ધરપકડ 1 - image


Vadodara Liquor Smuggling  : ભરૂચથી વડોદરા તરફના નેશનલ હાઇવે નંબર 48 પર જિલ્લા એલસીબીની ટીમે ગઈ સાંજે વોચ ગોઠવીને એક ટેમ્પોને રોકી તેમાં તપાસ કરતા રૂપિયા 45.45 લાખ રૂપિયાની કિંમતની 45,456 દારૂની બોટલો મળી હતી. પોલીસે એક મોબાઇલ, ગાડી, દારૂનો જથ્થો મળી કુલ 55.71 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ડ્રાઇવર રાજેશ પરમેશ્વર દાસ (રહે.મહાલક્ષ્મી તળાવ, બચુભાઈના કુવા, વટવા, અમદાવાદ, મૂળ બિહાર)ની ધરપકડ કરી હતી તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે દુબે નામના શખ્શે મને દારૂ ભરેલી ગાડી આપી વડોદરા પહોંચીને ફોન કરવા જણાવ્યું હતું. આ અંગે કરજણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા પોલીસે વધુ તપાસ કરી છે.


Google NewsGoogle News