નખત્રાણા શહેરમાં દૂધના ફેરિયાઓની જેમ બાઈક પર દારૂનું ધૂમ વેચાણ, પોલીસ ઊંઘતી ઝડપાઈ
Bhuj News | નખત્રાણા શહેર અને આસપાસના વિસ્તારોમાં દુધની ફેરીની જેમ બાઇક પર દારૂનું જાહેરમાં ધૂમ વેચાણ થઇ રહ્યું છે. તેમજ શહેરમાં ઠેકઠેકાણે દારૂના પોઇન્ટો ધમધમી રહ્યા છે. દુષણને નેશ નાબુત કરવાના બણગા ફૂકતી પોલીસની મીઠી નજર તળે અસામાજિક તત્વો ફુલ્યાફાલ્યા છે. ત્યારે આ દારૂના અતિરેકથી ત્રાસેલા ગ્રામજનો હવે આ અંગે ઉચ અધિકારીથી લઇ ગૃહવિભાગ સમક્ષ રજુઆત કરશે.
આમ જાહેરમાં ઈંગ્લિશ, દેશી દારૂનો વેપલો કરતા બુટલેગરો પોલીસનો કોઇ પણ ખોફ રહ્યો નથી પોલીસ દ્વારા કોઇ નકર કાર્યવાહી કરવામાં ન આવતી હોવાથી નખત્રાણા શહેર અને તાલુકામાં દારૂના દુષણને કારણે અનેક બહેનો વિધવા થઇ છે. અને બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. આ દારૂના દુષણ અનેક પરિવારોને વિખી નાખ્યા છે. નખત્રાણા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી ઇગ્લીસ દેશી દારૂના બુટલેગરો ખુએલ્લમ દુધની માફક ફેરી કરી શેરી અને ગલીઓમાં બાઇકથી દારૂનું વેચાણ કરી રહ્યા છે.
જેમા યુવા વર્ગમાં દારૂ કારણે લીવર કિડની ફેલ થઇ ગઇ હોવાના બનાવો સામે આવી રહ્યા છે. બુટલેગરો બિન્દાસત પણે નખત્રાણા શહેરમાં બસ સ્ટેશન નજીક ભરચક વિસ્તાર વથાણ ચોક, મોટા કોમ્પલેક્ષમાં તેમજ અલગ અલગ જાહેર જગ્યા પર દારૂના પોઇન્ટો ગોઠવી દારૂ નો ધંધા ચાલી રહ્યા છે. રોજે રોજ દારૂ ભરેલું ટેન્કર સપ્લાય થઇ રહ્યું છે. તેવી જ રીતે નખત્રાણા તાલુકાના વિથાણ, કોટડા જડોદર, વિરાણી દેવપર, મથલ, નેત્રા, રવાપર, ઘડાણી, દેવીસર, રસલીયા, ઉખેડા, નીરોણા, દેશલપર ગુંતલી સહિત મોટા ગામડાઓમાં છુટ દારૂ વેચાય છે. પોલીસ ચોપડે એકાદ દારૂની બોટલ અને દેશી દારૂની થેલીઓ પકડાયાની ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી બતાવે છે. દારૂના દુષણથી ત્રસ્ત ગ્રામજનો હવે પોલીસ ઉચ અધિકારીથી ગૃહ વિભાગ સુધી રજુઆત કરવા મજબુર બન્યા છે.