જામજોધપુરના જામશખપુર ગામના દારૂના ધંધાર્થીની પાસા હેઠળ અટકાયત
Jamnagar : જામનગર જિલ્લાના જામજોધપુર પંથકના વધુ એક દારૂના ધંધાર્થીને પાસા હેઠળ અટકાયતમાં લઈ સુરતની લાજપોર જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જામશખપુર ગામના વતની રાજેશ ઉર્ફે રાજુ નારણભાઈ મોરી કે જેની સામે દારૂની પ્રવૃત્તિ અંગેના દારૂના એકથી વધુ કેસ નોંધાયેલા હોય, જે શખ્સ સામે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા પાસા હેઠળની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા પોલીસવડા મારફતે જિલ્લા સમાહર્તાને મોકલવામાં આવી હતી, જે ફાઈલ પર મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે, અને આરોપી રાજેશ પરમારની પાસા હેઠળ અટકાયત કરી લઈ તેને સુરતની લાજપોર જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.