સુરતના હજીરાથી રોરો-ફેરીમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, રૂ. 4.36 લાખનો મુદ્દામાલ જપ્ત
Liquor smuggling : રાજ્યભરની પોલીસ હાલ બુટલેગરો અને અસામાજિક તત્ત્વોના ઘર પર બુલડોઝર અને હથોડા મારી તોડી પાડવાની કાર્યવાહી કરી છે. ત્યારે ગૃહમંત્રીના શહેરમાં દારૂની હેરાફેરી થતી હોવાની ઘટના સામે આવી છે. ભાવનગરનો ઇસમ હજીરા રો-રો ફેરીમાં સુરતથી દારૂની બોટલોની હેરાફરી કરતો ઝડપાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હજીરા રો-રો ફેરીમાં કૌટુંબિક ભાઈના લગ્ન પ્રસંગ માટે કારમાં દારૂનો જથ્થો ભરીને જઈ રહેલા રનકલાકારને હજીરા પોલીસે ઝડપી પાડી વિદેશી બનાવટના દારૂની 150 નંગ બોટલ સાથે ઝડપી પાડી કુલ રૂ. 4.36 લાખનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: વાહ રે ગુજરાત! એક બાજુ રાજ્યમાં દારૂબંધી ત્યાં બીજી બાજુ લીકર પરમિટની ધૂમ લ્હાણી
બાતમીના આધારે હજીરા પોલીસે રો-રો ફેરીમાં જઈ તપાસ હાથ ધરી હતી. જે અંતર્ગત હુન્ડાઇ આઇ 10 કાર નં. જીજે-01 આરવી-5598 ની તબાથી લેતા તેમાંથી વિદેશી બનાવટના દારૂની 155 નંગ બોટલ કિંમત રૂ. 1.30 લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થા ઉપરાંત કાર કિંમત રૂ. 3 લાખ તથા મોબાઇલ ફોન મળી કુલરૂ. 4.39 લાખનો મુદ્દામાલ કબજે લઈ બટુક નાનજીબાઈ સાંખટ (ઉ.વ. 37 ) ની ધરપકડ કરી હતી.
પોલીસ પૂછપરછમાં બટુક સાંખટ રત્નકલાકાર છે અને આગામી દિવસોમાં કૌટુંબિક ભાઈના લગ્ન હોવાથી બે દિવસ અગાઉ દારૂનો જગ્યો લેવા સુરત આવ્યો હતો. સુરતના ઓલપાડ તાલુકાના સાયણ ખાતે કોઇક પાસેથી દારૂનો જથ્થો કારમાં ભરી પરત જઈ રહ્યો હતો. 155 નંગ જથ્થો હોવાથી લગ્ન પ્રસંગ માટે લઈ જતો હોવાની પોલીસને ગળે ઉતરતી નથી. જેથી હાલમાં તેની ઘનિષ્ઠ પૂછપરછ ચાલી રહી છે.