હળવદ નજીક મધ્યપ્રદેશના ટ્રકમાંથી 11 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો
હોટલ પાર્કિંગમાં રોકાયેલા ટ્રકની તપાસ કરતા ટ્રકમાં ચોરખાનું બનાવી છુપાવેલી 7440 બોટલ વિદેશી શરાબ અને બિયરના ટીન એસ.એમ.સીએ ઝડપી લીધા
હળવદ, : હળવદના સુખપુર નજીક હોટલ પાર્કિંગમાં ગાંધીનગર એસ.એમ.સી. એ રોકાયેલા ટ્રકની તપાસ કરતા ટ્રકના ચોરખાનામાં છુપાવેલી 744- બોટલ વિદેશી શરાબ તેમજ બીયરના ટીન મલી આવતા મધ્ય પ્રદેશના ટ્રક, દારૂના જથ્થા સહિતનો રૂા. 26.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ પ્રકરણમાં કુલ પાંચ સામે ફરિયાદ થઈ છે, એકની ધરપકડ થઈ છે.
ગુજરાતમાં અંગ્રેજી દારૂ ઘુસાડવાનો અવનવા કિમિયા કરવામાં આવતા હોય છે. પોલીસ દ્વારા આવા તમામ કિમીયાઓનો પર્દાફાશ કરીને અવારનવાર અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડતા હોય છે. ત્યારે એસ.એમ.સી. સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી બાતમીના આધારે દરોડો કરતા હળવદ તાલુકાના સુખપર ગામ પાસે આવેલી રામદેવ હોટલના ગ્રાઉન્ડમાં પાર્કિંગ કરેલા ટ્રકની તલાસી લેતા ચોરખાનું બનાવીને ઈંગ્લિશ દારૂની હેરફેરનું કારસ્તાન ઝડપી પાડયું હતું. જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તપાસ હાથ ધરતા તેમાંથી 74440 બોટલ તેમજ બિયરના ટીન સહિત કિંમત રૂપિયા 11,4,000તથા ટ્રક રૂપિયા 15 લાખ, મોબાઈલ સહિત કુલ મળીને 26,10,280 ના મુદ્દામાલ સાથે અનિલ મંગુભાઈ મેડાની ઝડપી પાડયો હતો. જયારે તેની સાથે અંગ્રેજી દારૂની હેરાફેરીમાં મહેશ નીનામા, કૈલાશ સનાભાઈ ખરાડી, તેમજ બે અન્ય શખ્સો સહિત કુલ પાંચ સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાંથી નિલ મંગુભાઈ મેડાની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ દારૂ કોને મંગાવ્યો હતો? કોનો હતો તેમ ાટેના તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. છેક મધ્યપ્રદેશથી હળવદ સુધી દારૂ પહોંચી ગયો તે પણ એક ચર્ચાનો વિષય છે. હાલ તો આરોપીને શોધવા માટેના ચક્રો પોલીસ દ્વારા ગતિમાન કરામાં આવ્યા છે.