Get The App

ચિત્રાના બુટલેગરે મંગાવેલો વધુ 2 લાખનો દારૂ-બિયર ધોલેરા ચોકડીથી ઝડપાયો

Updated: Jan 25th, 2025


Google News
Google News
ચિત્રાના બુટલેગરે મંગાવેલો વધુ 2 લાખનો દારૂ-બિયર ધોલેરા ચોકડીથી ઝડપાયો 1 - image


- જશવંતપુરા નજીકથી ઝડપાયેલાં દારૂમાં  ચિત્રાના બુટલેગરનું નામ ખુલ્યું હતું 

- ધોલેરો પોલીસે ભાવનગર આવતાં ટ્રકને અટકાવી તલાશી લેતાં તેમાંથી દારૂની 241 બોટલ, બિયરના 48 ટીન મળી આવ્યા : ડ્રાઈવર ઝબ્બે 

ધંધુકા : મહારાષ્ટ્રના ધૂલે ગામેથી રૂા.૧.૮૭ લાખની કિંમતની દારૂની ૨૭૫ બોટલ મંગાવનાર શહેરના પ્રેસ કવાર્ટરમાં રહેતાં બૂટલેગરનો દારૂ ભાવનગર-અમદાવાદ હાઈ-વે પર જસંવતપુરા નજીકથી ઝડપાયાના ૨૪ કલાક બાદ આજે ધોલેરા પોલીસે આજ બૂટલેગરે મંગાવેલાં રૂા.૨.૦૮ લાખના દારૂ અને બિયર ભરેલા ટ્રકને ધોલેરો પોલીસે ધોલેરા ચાર રસ્તેથી ઝડપી પાડયો હતો. 

બનાવની વિગત એવી છે કે, ભાવનગર પોલીસની પેરોલ ફર્લો સ્કવોર્ડે ગત ગુરૂવારના રોજ બાતમીના આધારે ભાવનગર-અમદાવાદ હાઈ વે પર આવેલાં જશવંતપુરા નજીકથી બેનટોનાઈટ માટીની નીચે છૂપાવેલી આશરે રૂા.૧.૮૭ લાખની કિંમતની દારૂની ૨૭૫ બોટલ સાથે ટ્રકના ડ્રાઈવર અને ક્લિનરને ઝડપી પાડયો હતો. તો ટ્રકને પાયલોટિંગ આપનાર મારૂતિ સ્વિફટ કારના ચાલકને પણ ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં ઝડપાયેલાં ત્રણેયે દારૂનો જથ્થો ભાવનગરના પ્રેસ કવાર્ટર વિસ્તારમાં રહેતાં પરાક્રમસિંહ ઉર્ફે પદુભા તુફાનસિંહ ગોહિલે મંગાવ્યો હોવાની કબૂલાત આપી હતી. પોલીસે તેની સહિત ભાવનગરના બે શખ્સ અને દારૂની સપ્લાઈ કરનાર મહારાષ્ટ્રના ધૂલેના એક બૂટલેગર સહિત ત્રણના નામની કબૂલાત ના આધારે વેળાવદર ભાલ પોલીસમાં છ ઈસમ વિરૂદ્ધ પ્રોબિબિશન એકટ તળે ગુન્હો નોંધ્યો હતો. અને ફરાર આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. 

દરમિયાનમાં આજે  ભાવનગર-અમદાવાદ હાઈ વે પર ધોલેરા ચાર રસ્તા પર ધોલેરા પોલીસે બાતમી અને  શંકાના આધારે પીપળી તરફથી ભાવનગર જતાં ટ્રક નંબર જીજે.૦૪.એડબલ્યુ.૫૨૫૫ને અટકાવ્યો હતો. ટ્રકની તલાશી લેતાં ડ્રાઈવર સિટની પાછળના ભાગે છૂપાવેલ વિદેશી દારૂની ૨૪૧ બોટલ કિંમત રૂા.૨,૦૦,૪૩૦ તથા બિયરના  ૪૮ ટીન કિંમત રૂા.૭,૦૮૦ મળી કુલ રૂા.૨.૦૮ લાખનો મુદામાલ મળી આવ્યો હતો. પોલીસે આ જથ્થા સાથે ડ્રાઈવર ઈરફાન મહંમદભાઇ કાબરિયા (રહે.મૂળ મહુવા,હાલ સરકારી સ્કૂલ સામે કુંભારવાડા ભાવનગર) ને દારૂ-બિયર ઉપરાંત ટ્રક કિંમત રૂા. રૂ.૧૦ લાખ, એક મોબાઇલ કિંમત રૂા.૫ાંચ હજાર તથા રોકડા રૂા. ૧૨૦૦ મળી  કુલ  રૂા.૧૨,૧૩,૭૧૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો. 

ઝડપાયેલાં ડ્રાઇવરે   પોલીસ પૂછપરછમાં આ જથ્થો પરાક્રમસિંહ ઉર્ફે પદુભા તોફાનસિંહ ગોહીલ (રહે.ભડલી તા.શિહોર, જી.ભાવનગર હોલ રહે.પ્રેસ ક્વાર્ટર ચિત્રા,ભાવનગ૨) ને પહોચાડવાનો  હોવાની કબૂલાત  આપી હતી. ધોલેરા પોલીસે ડ્રાઈવર ઈરફાન મહંમદભાઇ કાબરિયા અને જથ્થો મંગાવનાર ફરાર બૂટલેગર પરાક્રમસિંહ ઉર્ફે પદુભા તોફાનસિંહ ગોહીલ વિરૂધ્ધ પ્રોહી એકટ કલમ ૬૫ (એ),૬૫ ( ઇ),૧૧૬ બી,૯૮(૨), ૮૧,૮૩ મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
Another-2-lakhsliquor-and-beer-orderedDholera-intersection

Google News
Google News