વીજ ફોલ્ટ રીપેરીંગમાં વીજ શોક લાગતા લાઈનમેનનું મોત
સદર બજાર વિસ્તારની ઘટના
પીજીવીસીએલનાં કર્મચારીનાં મોતથી પરિવારમાં કલ્પાંત, સાથી કર્મચારીઓમાં શોક
રાજકોટ : સદર બજાર વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે વીજ ટ્રાન્સફોર્મર રીપેર કરતી વખતે વીજશોક લાગતા લાઈનમેન નરેન્દ્રભાઈ ગોવિંદભાઈ જાદવ (ઉ.વ.૪૧, રહે. રઘુનંદન સોસાયટી, પોપટપરા)નું મૃત્યુ નિપજયું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ નરેન્દ્રભાઈ ગઈકાલે રાત્રે નોકરી પર
હતા ત્યારે સદર બજારમાં વીજફોલ્ટની ફરિયાદ મળતા અન્ય કર્મચારીઓ સાથે ત્યાં ગયા
હતા. ફોલ્ટ રીપેરીગ સમયે તેને વીજશોક
લાગતા બેભાન હાલતમાં ખાનગી બાદ સિવીલમાં ખસેડાયા હતા. જયાં તેનું મૃત્યુ નિપજયું
હતું. પ્ર.નગર
પોલીસે જરૃરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક
પુત્રી છે. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.