Get The App

શિનોરના સાધલી ગામે વીજળી પડતાં 10 ઘરોના વીજ ઉપકરણો બળી ગયા

Updated: Oct 20th, 2024


Google NewsGoogle News
શિનોરના સાધલી ગામે વીજળી પડતાં 10 ઘરોના વીજ ઉપકરણો બળી ગયા 1 - image
epresentative image

Lightning Strikes In  Shinor: શિનોર તાલુકાના સાધલી ગામે શનિવારે (19મી ઓક્ટોબર) સાંજે વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. આ દિમિયાન વીજળી ત્રાટકતા વીજ કંપનીના બે ટ્રાન્સફોર્મર, 7 જમ્પર અને 3 જગ્યાએ વાયરો તૂટી ગયા હતા. જ્યારે વાળંદ ફળિયા નજીક 10 જેટલા મકાનોમાં વીજ ઉપકરણો બળી ગયા હતા.

વરસાદી માહોલમાં ગામમાં લાઈટો બંધ થઇ જતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. સાધલી ગામના વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા વરસાદી માહોલમાં વીજળી પડવાથી વીજ કંપનીના સાધનોને પણ મોટું નુકસાન થયું હોવા છતાં રાતના સમયે લાઇટો ચાલુ કરી હતી. 


Google NewsGoogle News