Get The App

રાજકોટમાં તરૂણીનું અપહરણ કરી દૂષ્કર્મ આચરનારને આજીવન કેદ

Updated: Mar 7th, 2024


Google NewsGoogle News
રાજકોટમાં તરૂણીનું અપહરણ કરી દૂષ્કર્મ આચરનારને આજીવન કેદ 1 - image


- 2020 ના કેસમાં પોકસો કોર્ટનો ચૂકાદો

રાજકોટ : રાજકોટમાં ચારેક વર્ષ પહેલાં મકરસંક્રાંતિના દિવસે તરૂણીનું અપહરણ કરી જઈ પાંચ-છ દિવસ સાથે રાખી દૂષ્કર્મ આચરવાના ગુનામાં પોકસો કોર્ટે આરોપી સુરેશ ઉર્ફે વીસુ મુછડીયાને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે. 

આ કેસના ફરિયાદીના હત્યામાં પણ આરોપીનું નામ દર્શાવાયુ હતુંઃ મકરસંક્રાંતીએ ભગાડી ગયો હતો

આ કેસની વિગત એવી છે કે રાજકોટમાં રહેતી ૧પ વર્ષની તરૂણીનું ભગવતીપરામાં રહેતો આરોપી સુરેશ ઉર્ફે વીસુ મોહનભાઈ મુછડીયા ર૦ર૦ની સાલમાં મકરસંક્રાંતીના દિવસે અપહરણ કરી ગયો હતો. તરૂણીને પાંચ-છ દિવસ સાથે રાખી વારંવાર અનેકવખત દૂષ્કર્મ આચર્યું હતું.

આ અંગે ભોગ બનનારના પરિવારજને ફરિયાદ નોંધાવતા પ્ર.નગર પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. આ કેસ ચાલી જતા પોકસો કોર્ટના જજ બી.બી. જાદવે આરોપી સુરેશ ઉર્ફે વીસુ મુછડીયાને તકસીરવાન ઠેરાવી  આજીવન કેદની સજા (કુદરતી મોત સુધી) ફટકારી હતી. જયારે કલમ ૩૬૩માં ૩ વર્ષ, ૩૬૬માં પ વર્ષ પોકસો એકટની કલમમાં આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો. આ ઉપરાંત રૂા.પર હજારના દંડ ફટકાર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે આ ગુનામાં ફરિયાદી અને ભોગ બનનારના ઘરના વડિલની હત્યા કરવાના નોંધાયેલા ગુનામાં પણ આરોપીઓ પૈકી સુરેશ ઉર્ફે વીસુનું નામ દર્શાવાયુ હતું. જે કેસ હાલ ચાલુ છે. આ કેસમાં સરકાર તરફ એ.પી.પી. મહેશભાઈ જોઅી રોકાયા હતા. 


Google NewsGoogle News