વડોદરા શહેરમાં ઢોર ડબ્બા ખાતે પૂરાતા રખડતા પશુ અને એના માલિકોની નોંધણી માટે ઇજારો અપાશે
Vadodara Cattle Policy : ઢોર ડબ્બા ખાતે પૂરવામાં આવેલ રખડતાં પશુઓ તથા પશુમાલિકોના પશુઓની નોંધણી માટે લગાવવામાં આવતી RFID Microchips with Ear Tag & Accessoriesની ખરીદી માન્ય સંસ્થા BizOrbit Technologies પાસેથી અંદાજથી 18.53% વધુ એટલે રૂ.45,04,087ની ખર્ચ મર્યાદામાં ખરીદ કરવાની મંજરી આપવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવી છે.
થનાર ખર્ચ ઢોર ડબ્બા શાખા માટે બજેટ હેડ "ઢોરડબ્બા માટે નિભાવણી અને દરસ્તી તેમજ ઘાસચારા, એનિમલ ટેગિંગ, RFID, દવાઓ, વિશેષ કામગીરી માટેનો તમામ ખર્ચ “ બજેટ હેઠળ થશે. જોગવાઈ અપુરતી જણાય ત્યારે કર તસલમત લઈ, રીવાઈઝડ બજેટમાં પૂરતી બજેટ જોગવાઈ કરી, તસલમાત જમો ખર્ચ કરાવી લેવાની સમ તેમજ હાલ કાર્યરત ઉપરાંત ભવિષ્યમાં પાલિકા દ્વારા અન્ય આનુસાંગીક કામગીરી માટે સામાન ખરીદી કરવાની આવશ્યકતા માટે પણ સમાન ધોરણે કામગીરી કરવા કરાવી લેવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને કરવામાં આવશે.