Get The App

પર્વટપાટીયા રોડ પર સળગતા કચરાને લીધે પતરાના શેડમાં આગ

Updated: Feb 24th, 2025


Google NewsGoogle News
પર્વટપાટીયા રોડ પર સળગતા કચરાને લીધે પતરાના શેડમાં આગ 1 - image


- પાંચેક  ડિપ ફ્રિઝ ભરીને 300 કિલો થી વધુ ચિકનનો જથ્થો, ટેમ્પા, સોફા  સહિતની વસ્તુઓ બળી ગઇ

સુરત :

સુરતમાં આગના બે બનાવમાં પર્વત પાટિયા રોડ પર ડુંભાલ ખાતે રવિવારે રાત્રે સળગતા કચરાના લીધે ચિકન સ્પલાઇ કરવાના પતરાના શેડમાં આગ ફાટી નીકળતા ધટના સ્થળ ઉપર અફડાતફડી મચી ગઈ હતી.

ફાયર બિગ્રેડ પાસેથી મળેલી વિગત મુજબ  પર્વત પાટિયા રોડ ડુંભાલ ફાયર સ્ટેશનથી આગળ નારાયણ નગરમાં પતરાના શેડ કેમ સેન્ટરમાંથી હોટલ, રેસ્ટોરન્ડ સહિતના વિવિધજગ્યાએ ચિકન સ્પાલઇ કરવામાં આવે છે. જોકે રવિવારે રાતે શેડ નજીકમાં સળગતા કચરાના લીધે નજીકમાં પાર્ક રહેલો ટેમ્પો સહિતના વસ્તુઓ ઝપેટમાં આવી ગયા હતા.જોકે આગ ફેલાવવાના લીધે વધુ પ્રમાણમાં ધુમાડો નીકળતો હોવાથી ત્યાં ભાગદોડ થઇ જવા પામી હતી.  કોલ મળતા બે ફાયર સ્ટેશનની બે ગાડી સાથે ફાયરજવાનો કાફલો ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને અડધો થી પોણો કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો.આગના લીધે પાંચ ડીપ ફ્રીજ હતા.ફ્રીઝમાં કોથળીમાં પેકીંગ કરીને સ્ટોર કરેલ ૩૦૦થીવધુ કિલો ચિકન ચિકન બળી ગયુ,  ટેમ્પો, સોફા, લાકડા,ખુરસી, પંખા,વાયરીંગ સહિતની ચીજવસ્તુઓને નુકસાન થયુ હતુ.


Google NewsGoogle News