Get The App

કેવડિયાના જંગલમાં દીપડાએ કાળિયાર હરણનું કર્યું મારણ, આઘાતમાં વધુ સાતના મોત

Updated: Jan 5th, 2025


Google NewsGoogle News
Leopard kills blackbuck
 પ્રતિકાત્મક તસવીર

Leopard Kills Blackbuck In Kevadia : ગુજરાતના શૂલપાણેશ્વર વન્યજીવ અભયારણ્યમાં એક ખૂબ જ વિચિત્ર અને પીડાદાયક ઘટના સામે આવી છે. દીપડાએ કાળિયાર હરણનો શિકાર કરતા કાળિયારનું મોત થયું. ઘટના બાદ અન્ય સાત કાળિયારના મૃતદેહ મળી આવ્યા હતા. મળતી માહિતી મુજબ, એક સાથીના મોત પછી આઘાતના કારણે અન્ય સાત કાળિયારના મોત નીપજ્યા હતા. ઘટના 1 જાન્યુઆરીની હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે વન વિભાગના અધિકારીઓ વધુ તપાસ હાથ ધરી. 

એક કાળિયારના મોત બાદ આઘાતમાં અન્ય સાત કાળિયારના મોત

ગુજરાતના શૂલપાણેશ્વર વન્યજીવ અભયારણ્યમાં એક કાળિયારના શિકાર બાદ અન્ય સાત કાળિયારના મોતને લઈને વન વિભાગ દ્વારા તપાસ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે, કાળિયાર બહુ જ સંવેદશીલ પ્રાણી છે. જ્યારે બિશ્નોઈ સમાજ માટે આ પ્રાણી પુજનીય છે. મીડિયા અહેવાલ મુજબ, અભયારણ્યની બોર્ડર ક્રોસ કરીને આવેલા દીપડાએ કેવડિયા જંગલ વિસ્તારમાં કાળિયારનો શિકાર કર્યો હતો. આ વિસ્તાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલો છે.

વન વિભાગના અધિકારીએ શું કહ્યું?

જંગલમાં અન્ય સાત કાળિયારના મૃતદેહ મળી આવ્યા હતા. મળતી માહિતી મુજબ, સાથીના મોતના આઘાતમાં અન્ય કાળિયારોના પણ મોત થયા. વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, 'તમામ કાળિયારનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું. આસપાસના જંગલ વિસ્તારોમાં દીપડાઓ જોવા મળે છે, પરંતુ પહેલી વખત સફારીમાં દીપડો પ્રવેશવામાં સફળ રહ્યો હતો.'

આ પણ વાંચો: અમરેલી લેટરકાંડ: જેલ મુક્ત પાયલ ગોટીએ બે દિવસ બાદ પત્રકાર પરિષદ યોજી, ન્યાયની માગ કરી

વન વિભાગના અધિકારીએ કહ્યું કે, 'પાર્કમાં લગાવેલા 400 સીસીટીવી કેમેરા વડે સતત દેખરેખ રાખવામાં આવે છે. દીપડાના પ્રવેશ અંગેની જાણકારી પણ મળી ગઈ છે અને સુરક્ષાકર્મીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ પછી દીપડો ભાગી ગયો હતો. જો કે, તે હાલ નજીકમાં જ ક્યાંક છૂપાયો હશે. આ ઘટના પછી પાર્કને 48 કલાક માટે બંધ કરી દેવામાં આવ્યો છે.'


Google NewsGoogle News